Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ધોરાજીના દરબાર ગઢ ખાતે આવેલ ગોંડલ સ્ટેટના માતાજી આશાપુરા માતાજીના મંદિર ખાતે પવિત્ર નોરતા નિમિત્તે મહાઆરતી યોજાઇ

ધોરાજી: ધોરાજીના દરબાર ગઢ ખાતે આવેલ ગોંડલ સ્ટેટના રાજા  ભગવતસિંહજી ના  કુળદેવી  આશાપુરા માતાજીના મંદિર ખાતે નવરાત્રીના પાવન દિવસે મહા આરતી યોજાઇ હતી આ પ્રસંગે ધોરાજીના ડેપ્યુટી મામલતદાર નંદાણીયા ભાઈ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા સહકારી ક્ષેત્રના અગ્રણી રણજીત સિંહ જાડેજા બાલયોગી હનુમાનજી મંદિરના રાજુભાઈ પઢિયાર બીપીન ભાઈ મકવાણા આશાપુરા માતાજી મંદિરના બકુલભાઈ રૂપારેલ વિગેરે મહાનુભાવના હાજરીમાં માં મહાઆરતી યોજાઇ હતી  આ પ્રસંગે મહાપ્રસાદ પણ બાંટવામાં આવ્યો હતો

ક્ષત્રિય સમાજના અગ્રણી પ્રવિણસિંહ જાડેજા અને રણજીતસિંહ જાડેજા જણાવેલ કે ધોરાજીના દરબારગઢ મા આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતે ગોંડલના મહારાજા ભગવતસિંહજી જ્યારે જ્યારે ધોરાજી આવતા હતા ત્યારે ત્યારે માતાજીના પ્રથમ દર્શન કરતા હતા બાદ દરબારગઢમાં મીટીંગ યોજતા હતા એ સમયથી આ પ્રાચીન મંદિર ખાતે સેવાપૂજા અને નવરાત્રી મહોત્સવ નિમિત્તે નવ દિવસ સુધી નવરાત્રિ પણ યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના સમયમાં નવરાત્રી મહોત્સવ બંધ રાખ્યો છે પરંતુ માત્ર અને માત્ર ધાર્મિક વિધિ દ્વારા નવરાત્રી પૂજન અર્ચન થઈ રહ્યો છે

(4:53 pm IST)