Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાત્રે કચ્છના ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ : કેન્દ્ર બિંદુ ભચાઉથી 17 કિલોમીટર દૂર નોંધાયુ

રાત્રે 9.57 મિનિટે ભૂંકપનો આંચકો અનુભવાયો :,લોકોમાં ડરનો માહોલ

કચ્છના ભચાઉમાં આજે ફરી ધરા ધ્રુજી હતી પૂર્વ કચ્છમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા .આ વિસ્તારમા ભૂંકપના લીધે ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો ,લોકો ગભરાઇ ગયા હતા .આ ભૂંકપનો આંચકો 9.56 મિનિટે નોધાયો હતો.આ ભૂંકપની તીવ્રતા 3.4ની હતી.

પૂર્વ કચ્છના ભચાઉમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ,આ ભૂકંપનનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 17 કિલોમીટર દૂર રહ્યું હતું.આ વિસ્તારમાં સમયઅંતરાલે નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ,જેના લીધે લોકોમાં ભારે ફફડાટ રહે છે,આજે 9.57 મિનિટે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો ,લોકોમાં ડરનો માહોલ હતો ,પરતું ભૂકંપની થોડી ક્ષણ માટે હતો તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

(11:33 pm IST)