Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વેરાવળ કોંગ્રેસ કાર્યાલયમાં મોંઘવારીરૂપી રાક્ષસના દહનનો કાર્યક્રમ યોજાયો

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૧૮: છેલ્લા સાત વર્ષથી કાન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજયમાં ભાજપની સરકારના પ્રજા વિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે કોવિડ મહામારીથી વધારે ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિ દિન પેટ્રોલ-ડેઝલ - રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે અત્યંત સંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યા છે.

આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલ-ગેસનાં ભાવમાં દિન પ્રતિ દિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સામે ઉગ્ર વિરોધ વ્યકત કરવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી આદરણીય અમિતભાઈ ચાવડાની સુચનાથી મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનુ દહન કરવાનો કાર્યક્રમ ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે યોજવામાં આવેલ જેમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી મનસુખભાઈ ગોહેલ, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખશ્રી હારૂનભાઈ ચોરવાડા, ગીરસોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી કુ. સંગીતાબેન ચાંડપા, વેરાવળ-પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ મોતીવારસ, ગીરસોમનાથ જિલ્લા કોગ્રેસ અનુસુચિત જાતિ સેલના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખો પ્રતાપભાઈ ડોડીયા, ભગુભાઈ વાળ,વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના વિરોધપક્ષના નેતા ગુલામ ખાન, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, આમદભાઈ સોપારી વાળા, ફારૂકભાઈ કાલવાણીયા, મુસાભાઈ વાકોટ, યાસીનભાઈ ભાદરકા, સલીમભાઈ સોડા વાળા, સાહિલભાઈ શેખુ, બસીરભાઈ સિંયાજી, વેરાવળ તાલુકા પંચાયતની ગોવિંદપરા સીટના સદસ્યશ્રી કાજલબેન ભજગોતર અને સીડોકર સીટના સદસ્યશ્રી જયોતિબેન મકવાણા, મનસુખભાઈ મકવાણા, વેરાવળ શહેર કોગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વિરેનભાઈ ચુડાસમા અને ગીરસોમનાથ જિલ્લા મહિલા કોગ્રેસ સમિતિના મહામંત્રી પુષ્પાબેન અંખીયા સહિતના કોંગ્રેસના હંદ્દેદારો અને આગેવાનો હાજર રહી આ કાર્યક્રમ સપન્ન કરેલ.

(10:03 am IST)