Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જસદણની સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વશાંતિ અર્થે ગાયત્રી યજ્ઞ યોજાયો

રાજવી પરિવારે ગાયત્રી યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૮ : લોકડાઉન એકના પ્રથમ દિવસથી અને કોરોના કાળથી લઈને આજ દિન સુધી અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરની એકમાત્ર સંસ્થા નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા કોરોનાનો ભોગ બનેલા નિર્દોષ માનવજાતની આત્માને શાંતિ મળે અને સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે એવી શુદ્ઘ ભાવના અને પવિત્ર આસ્થા સાથે જસદણ સરકારી હોસ્પિટલના મુખ્ય પટાંગણમાં જસદણ રાજવી પરિવારના દરબાર સાહેબ સત્યજીતકુમાર ખાચર અને રાણી સાહેબા અલૌકીકારાજે ખાચરના યજમાન પદે તેમજ જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ એમ મૈત્રીના પ્રમુખ સ્થાને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈતની શકિત હમે દેના દાતા... પ્રાર્થનાનું ગીત ગાન કરી ગાયત્રી યજ્ઞ શરૂઆત કરવામાં આવી હતી અને ગાયત્રી પરિવાર જેતપુર શાખાના દ્રારા શા સ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચારથી ગાયત્રી યજ્ઞ સંપન્ન કરવામાં આવતા જસદણ સરકારી હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ કોઈને અદ્બુત વાતાવરણ પ્રસર્યાનો અહેસાસ થયો ગયો હતો. રાજવી સત્યજીતકુમાર ખાચરનું ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ તેમજ રાણી સાહેબા અલૌકીકારાજે ખાચરનું ટ્રસ્ટના ખજાનચી હર્ષાબેન ચાવડા અને ટ્રસ્ટી પુનમબેન ઠકરાળે પુષ્પો વડે સન્માનીત કર્યા હતા.સત્યજીતકુમાર ખાચરે સંસ્થાના નિૅંસ્વાર્થ સેવાકાર્યને બિરદાવ્યું હતું.

પ્રમુખ સ્થાને ડો. રાકેશ એમ. મૈત્રીએ સંસ્થાના સેવાકાર્યને મદદરૂપ થવા હોસ્પિટલ સ્ટાફ તરફથી સહયોગ આપવાની ખાત્રી આપી હતી. ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ સંસ્થાના સેવાકાર્યની જયોત કાયમી માટે ખૂબ સારી રીતે પ્રજવલિત રહે અને દર્દીઓ તેમજ જરૂરીયાતમંદોને મદદરૂપ થવા માટે પૂરતી તૈયારી દર્શાવી હતી. સ્વાગત પ્રવચન ટ્રસ્ટી હિતેષભાઈ જોષીએ અને આભારવિધિ મંત્રી હસમુખભાઈ મકવાણાએ તેમજ સ્ટેજ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ એ કર્યુ હતુ.

ગાયત્રી યજ્ઞમાં જસદણ સરકારી હોસ્પિટલમાં સેવાસેતુમાં પ્રસંશનીય સેવા આપતા એમ.ડી. ગાયનેક ડો. વિશાલ શર્માનુ જસદણ ન્યાયાલયના ન્યાયધીશ પી.એન.નવિન, રાજવી સત્યજીતકુમાર ખાચર, ડો. રાકેશ એમ મૈત્રી તેમજ સંસ્થાના પ્રમુખ મેહુલભાઈ સંઘવી દ્વારા સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા. ગાયત્રી યજ્ઞ નિમિત્ત્।ે કોટડીયા ડોકટર હાઉસ ના તજજ્ઞ ડો. પંકજભાઈ કોટડીયા, ડો. મિતુલભાઈ કળથિયા, ડો. વિજયભાઈ સરધારા, ડો. મયુરભાઈ ભુવા ડો. ભરતભાઈ ભેટારીયા તરફથી સંસ્થાને ખૂબ સારો સહયોગ મળ્યો હતો.

ગાયત્રી યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા, ટ્રસ્ટી રમેશભાઈ જેસાણી, અશોકભાઈ ઠકરાળ, હરેશભાઈ શેઠ, દિલીપભાઈ બલભદ્ર, પ્રમોદરાય મહેતા, સુરેશભાઈ ધોળકીયા, પ્રવિણભાઈ ચોલેરા તેમજ વિજયભાઈ રાઠોડે જહેમત ઉઠાવી હતી. ગાયત્રી યજ્ઞમાં જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા, નૃપેન્દ્રસિંહજી ખાચર (કેપ્ટન) ઉદ્યોગપતિ અશોકભાઈ ચાંવ, વિજયભાઈ પોપટ, વિનુભાઈ છાંટબાર, કિશોરભાઈ છાયાણી, રોહિતભાઈ હિરપરા, કુલદીપભાઈ પટગીર, બાબુભાઈ બોરીચા, સંજયભાઈ સખિયા, જયદિપભાઈ જોષી, બશીરભાઈ પરમાર, જયેશભાઈ મયાત્રા, વિનુભાઈ લોદરીયા, નિમેશભાઈ શુકલ, જસદણ આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ, ભનુભાઈ ધાધલ, સંજયભાઈ મહેતા, મયુરભાઈ હિરપરા સહિતના વિવિધ આગેવાનો તેમજ પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંચાલક ભાવનાદીદી, લાભુબેન વેકરીયા સહિતના ઓમ શાંતિ પરિવારના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ શાંતિ અર્થે યોજાયેલ ગાયત્રી યજ્ઞના સહભાગી બન્યા હતા.

(10:03 am IST)