Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીના સામાકાંઠેથી ઘરમાંથી યુવાનનું અપહરણ કરી ૫૦,૦૦૦ માંગ્યા, જાણો કારણ વિચિત્ર !!

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાનની સગાઇ કરેલ હોય જે યુવતીને પ્રેમ કરતા શખ્શે અન્ય ઇસમ સાથે મળીને યુવાનનું ઘરમાંથી અપહરણ કરી લઇ જઈને ૫૦ હજાર રૂપિયાની માંગણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના સામાકાંઠે નિત્યાનંદ સોસાયટી મહાવીર સોસાયટી શેરી નં ૦૩ માં રહેતા દિપ્તીબેન પરસાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દિયર હિમેનભાઈની તુલસીબેન રહે જામનગર વાળા સાથે સગાઇ કરી હોય જેને આરોપી સાહિલ સંધી રહે રાજકોટ વાળો પ્રેમ કરતો હોય અને ફોનમાં વાત કરતો હોય જેનો ખાર રાખીને આરોપી સાહિલ સંધી રહે રાજકોટ અને આરોપી જાવેદ નામના ઇસમેં ઘરમાં પ્રવેશ કરીને ફરિયાદી દિપ્તીબેનના દિયરને છરી બતાવી ધમકાવી ઘરમાંથી પરાણે એકટીવામાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને દબાણ કરી છૂટવા માટે રૂ ૫૦,૦૦૦ ની માંગ કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે બંને ઈસમો વિરુદ્ધ અપહરણ અને ધમકી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

(10:21 am IST)