Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીના ખાખરાળા ગામે ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત.

મોરબી તાલુકાના ખાખરાળા ગામ નજીક આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાન્નનું મોત થયું હોય જે બનાવ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખાખરાળા ગામ નજીક આવેલ ઉમા ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા દિનેશભાઈ કેરમસિંહ કલેશ (ઉ.વ.૨૨) નામના યુવાનને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું જે બનાવને પગલે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

 

(10:36 am IST)