Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં નવા બનેલા શેડનું ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદાના હસ્તે લોકાર્પણ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંંકાનેર તા.૧૮ : માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોના માલ (જણસી) વેચાણ માટે વધુ આવતી હોય તે સુરક્ષીત રહે તે માટે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં વધુ એક વિશાળ શેડ બનાવવામાં આવેલ સાથે પૂર્વ ચેરમેનોને સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રથમ ધારાસભ્ય જાવેદભાઇ  પીરઝાદાના હસ્તે નવો શેડ ખુલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં વાંધાનેર માર્કેટીંગ યાર્ડના વર્તમાન ચેરમેન શકીલભાઇ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વીનભાઇ મેઘાણી, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેનો ઇરફાનભાઇ પીરઝાદા, શબ્બીરભાઇ મોમીન, આહમદભાઇ શેરસીયા, રસુલભાઇ કડીવારનું યાર્ડના વિકાસમાં રહેલા સીંફાળાને લઇ તેમનું સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય હરદેવસિંહ ઝાલા, નવઘણભાઇ મેઘાણી, કરશનભાઇ લુંઘાણી, વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઇસ્માલભાઇ બાદી, પ્રભુભાઇ વિંજવાડીયા, ગુલામભાઇ પરાસરા, હસનભાઇ બક્ષી, અબ્દુલભાઇ બાદી, પરબતભાઇ ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા  હતા. વર્તમાન ચેરમેન શકિલભાઇ પીરઝાદાએ યાર્ડના વિકાસ અંગે સૌને વાકેફ કર્યા હતા. વાઇસ ચેરમેને કાર્યક્રમનું સંચાલન કરેલ હતુ.

(10:38 am IST)