Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબી તાલુકાના ગુગણ તેમજ પરશુરામધામ ખાતે બ્રિજેશભાઈનો સન્માન કાર્યક્રમ યોજાયો.

મોરબી તાલુકાના ગુગણ તેમજ પરશુરામધામ ખાતે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો.
મંત્રી બ્રિજેશભાઈએ સન્માનના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મને પાઘડી પહેરાવી અદકેરૂ સન્માન કર્યું છે. ત્યારે તેને ક્યારેય લજ્જિત નહિ થવા દઉ અને ઋણ ચૂકવવા આજીવન તત્પર રહીને કામ કરતો રહિશ. અને ખેડૂત પુત્ર હોવાના નાતે હું ખેડૂતોની વ્યથાને જાણુ છું અને ખેડૂતોના પ્રશ્નોના નીરાકરણ માટે પ્રત્નશીલ રહીશ.
ગુગણ ગામના કાર્યક્રમના ક્ષત્રીય સમાજના આગેવાનો ધ્રુવકુમારસિંહ, જનકસિંહ જાડેજા, જ્યોતીસિંહ જાડેજા, દેવાભાઈ અવાડીયા, ભરતભાઈ જારીયા, જયુભા જાડેજા, અજયભાઈ લોરીયા, અરવીંદભાઈ વાસદળીયાનું દ્વારા પણ ગામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ગામના ક્ષત્રીય આગેવાનો પુષ્પરાજસિંહ જાડેજા, ગજરાજસિંહ જાડેજા, ઈન્દુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, દિગુભા જાડેજા, સહિત ક્ષત્રીય સમાજના લોકો આ સન્માન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને મંત્રીમંડળમાં સ્થાન મળતા ઠેર ઠેર સન્માન સમારોહ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો
શનિવારે સાંજે પરશુરામધામ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ પધાર્યા હતા અને આશીવચન પાઠવ્યા હતા સન્માન સમારોહમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ઓઝા, દિલુભા જાડેજા, અજયભાઈ લોરિયા, અરવિંદભાઈ વાંસદડીયા, તેમજ બ્રહ્મસમાજ આગેવાન અને પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, એન એન ભટ્ટ, હસુભાઈ પંડ્યા, હિરેનભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, ધ્યાનેશભાઈ રાવલ, ચિંતનભાઈ ભટ્ટ, આર્યન ત્રિવેદી, યજ્ઞેશ જાની, મુકેશભાઈ જોશી અને પરશુરામ ધામની ટીમ ઉપસ્થિત રહી હતી મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન રાવીન્દ્રભાઈ ત્રિવેદીએ સંભાળ્યું હતું.

(10:40 am IST)