Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીમાં બારેમાસ જુગારની રમઝટ, ફ્લેટમાં જુગાર રમતા છ ઝડપાયા.

મોરબીના રવાપર નીતિનપાર્ક વિસ્તારમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોદ્ક કર્યો હતો જેમાં જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી લઈને ૧.૨૭ લાખની રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીતિનપાર્ક રવાપરમાં આવેલ રઘુ હાઈટ્સ બ્લોક નં ૭૦૪ માં રહેતા મનોજ અઘારાના ફ્લેટમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મનોજભાઈ સોમજીભાઇ અઘારા, વિનોદભાઈ લખમણભાઈ દેત્રોજા, ધર્મેશભાઈ ભીમજીભાઈ વાસાણી, દીપકભાઈ સવજીભાઈ વાઘડીયા, રોહિતભાઈ કેશવજીભાઇ બરાસરા અને વિપુલભાઈ ધનજીભાઈ દઢાણીયા એમ છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૨૭,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:50 am IST)