Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીમાં પિતરાઈ ભાઈની હત્યા નિપજાવનાર શખ્સ જેલહવાલે

આરોપીની ધરપકડ કરી પોલીસે કોર્ટમાં હાજર કરતા કોર્ટે જેલહવાલે કરવાનો આદેશ કર્યો

મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.૨૫ની ગત મોડીરાત્રે મકરાણી વાસમાં રહેતા તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદારે અચાનક જ ધસી આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે તેને કોર્ટમાં હાજર કરતા કોર્ટે જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં પોલીસે આરોપીને જેલહવાલે કરી છરી અને કપડાં કબ્જે કર્યા હતા.

(11:25 am IST)