Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જૂનાગઢમાં એસ.પી સેવા સંસ્‍થાન ફાઉન્‍ડેશન દ્વારા ફ્રી હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

જુનાગઢ તા.૧૮: જૂનાગઢમાં એસ.પી સેવા સંસ્‍થાન ફાઉન્‍ડેશન દ્વારા ફ્રી હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો હતો.
આધાર હાઉસિંગ ફાઇનાન્‍સ લિમિટેડ તથા વાય-ફોર-ડી ફાઉન્‍ડેશનના સહયોગથી એસ.પી. સેવા સંસ્‍થાન ફાઉન્‍ડેશન દ્વારા કસ્‍તુરબા સોસાયટી ખાતે ફ્રી હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ડો.હરેશ જિનજલા, ડો. દેવાંગ બોરીસાગર, ડો.પ્રદીપ ખીમણીયા, ડો.શરદ નંદાસણા, ડો.હર્ષિત વેકરીયા, ડો.અશ્વિની પંડયા, ડો.આશિષ ડોબરીયા તથા તેમની ટીમ દ્વારા ૨ર૦થી વધુ લોકોને જનરલ ચેકઅપ કરી નિશુલ્‍ક દવાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા એસ.પી. સેવા સંસ્‍થાના પ્રમુખ જીગર વૈષ્‍ણવ તથા હર્ષ પરમાર અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

 

(11:40 am IST)