Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આ પ્રકારના વિદ્યાલયો વાદી સમાજના બાળકોના ઉજજવળ ભવિષ્‍યનો પાયોઃ પરસોતમભાઇ રૂપાલા

ચોટીલાના નાવા વાદી વસાહતમાં શૈક્ષણીક ભવનનું લોકાર્પણ : પૂ. માધવપ્રિયદાસજી, પૂ. રમેશભાઇ ઓઝા, રામભાઇ મોકરીયા, ધનજીભાઇ પટેલ સહિતની ઉપસ્‍થિતી

રાજકોટ તા. ૧૮ :  સુરેન્‍દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામમાં કેન્‍દ્રીય પશુપાલન, મત્‍સ્‍ય અને ડેરી મંત્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્‍થિતીમાં સરસ્‍વતી વિદ્યા મંદિરના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવેલ. હાસય કલાકાર અને લેખક જગદીશભાઇ ત્રિવેદીની પ્રેરણાથી ઇન્‍ડીયન પરિવાર એસોસીએશન કેનેડાના સહયોગથી ૧૧ લાખના ખર્ચે નવનિર્મિત વિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી રૂપાલાએ જણાવેલ કે ઉન્નત વિદ્યાલયોના નિર્માણથી વાદી સમુદાયના બાળકોને શિક્ષણ મળશે. આ પ્રકારના વિદ્યાલયો આ બાળકોના ઉજજવળ ભવિષ્‍યનો પાયો છે. આવી શૈક્ષણિક સુવિધાઓ વાદી સમાજની અંદર છૂપાયેલા કૌશલ્‍યને બહાર લાવવામાં મદદ કરશે.
લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પૂ. માધવપ્રિયદાસજી સ્‍વામી તથા રમેશભાઇ ઓઝા ‘પૂ.ભાઇશ્રી' આર્શીવચન આપતા જણાવેલ કે, સેવાની સીડી છે, ભવિષ્‍યમાં હાઇવે બનશે. કાર્યક્રમમાં રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ધનજીભાઇ પટેલ, સૌરાષ્‍ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

(11:40 am IST)