Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગઢડા (સ્‍વામીના) બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરના દર્શને ભુપેન્‍દ્રભાઇ પટેલ

ભાવનગરઃમુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે કાલે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરે શ્રધ્‍ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં.ગઢડા ખાતે નિર્મિત શ્રી લીંબતરૂં યાત્રિક ભવનનાં લોકાર્પણ માટે પધારેલા મુખ્‍યમંત્રીશ્રીએ ગઢડા સ્‍થિત બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્‍યાં હતાં. સ્‍વામીશ્રી બ્રમ્‍હવિહારી સ્‍વામી તથા સંતગણે મુખ્‍યમંત્રીશ્રીને મંદિર પટાંગણમાં ઉષ્‍માભેર આવકાર્યાં હતાં. આ અવસરે મુખ્‍યમંત્રીશ્રી સાથે પૂર્વ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ધારાસભ્‍યશ્રી આત્‍મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્‍યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી ભીખુભાઇ વાધેલા, જિલ્લા કલેક્‍ટરશ્રી તુષાર સુમેરા તથા પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ પણ જોડાયાં હતાં. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

 

(11:42 am IST)