Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જૂનાગઢ જિલ્લામાં યમદૂતનો પડાવ, ૨૪ કલાકમાં ૮ વ્‍યકિતના અપમૃત્‍યુ

ત્રણના ઝેરી દવા પીવાથી મોત

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૮ : જૂનાગઢ જિલ્લામાં યમદૂતે પડાવ કરી ૨૪ કલાકમાં ૮ વ્‍યકિતના જુદા-જુદા કારણસર પ્રાણ હરી લીધા હતા.
કુલ ૮ વ્‍યકિતના થયેલા અપમૃત્‍યુમાં ત્રણના ઝેરી દવા પીવાથી મોત નિપજ્‍યા હતા. જેમાં જૂનાગઢના એકતાનગરમાં રહેતા છગનભાઇ રણછોડભાઇ રાબડીયા (ઉ.વ.૬૫)નું ઝેરી દવા પીવાથી તેમજ માણાવદર તાલુકાના આરંગપીપળી ગામના ગોકળભાઇ પ્રેમજીભાઇ રાણપરીયા (ઉ.વ.૬૫) અને થાનીયાણાના રાજુ ઉર્ફે રાજેશ બહાદુરભાઇ બાબરીયા (ઉ.વ.૪૦)નું પણ ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું હતું.
જ્‍યારે જૂનાગઢના દોલતપરાના સલીમ ઉર્ફે ઇસુબ બોદુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦)એ પોતાના ઘરે પંખા સાથે ચાદર વડે લટકીને ઘરકંકાસના કારણે ગળાફાંસો ખાય લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
જૂનાગઢના લાભુબેન પોપટભાઇ (ઉ.૬૦) નામના વૃધ્‍ધાનું બિનવારસુ સારવારમાં મોત થયાનું જાણવા મળેલ છે.
વિસાવદર તાલુકાના ઘંટીયાણ ગામના કાશીબેન છગનભાઇ ડબસરા (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધાનું રાજીવ ગાંધી ભવનમાં આગથી સળગી જવાથી મોત થતાં હેડ કોન્‍સટેબલ કે.ડી.ઝણકાંતે તપાસ હાથ ધરી છે.
તેમજ માણાવદરના ચંદુભાઇ સોમાભાઇ નામના માણસનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું.
માંગરોળ તાલુકાના અકરાણા ગામના નરસી મંગાભાઇ પરમાર (ઉ.વ.૩૦)નું વોંકળામાં નહાવા જતા ડુબી જવાથી મોત થતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી

 

(11:44 am IST)