Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અંકેવાળીયા પાસે દૂધ ભરેલ ટેન્‍કર અને ટ્રેકટર વચ્‍ચે અકસ્‍માત : એકનું મોત

દુધનું ટેન્‍કર પલટી જતા લીંબડી હાઇવે ઉપર દૂધની રેલમછેલ થઇ : એકને ઇજા

વઢવાણ,તા. ૧૮: લીંબડી હાઇવે ઉપર આવેલા અંકેવાળીયા ગામના પાટિયા નજીક દૂધ ભરી અને આવતાં ટેન્‍કર ચાલક દ્વારા સામેથી આવતા ટ્રેકટરને અડફેટે લેવામાં આવ્‍યું ત્‍યારે દૂધ ભરેલું ટેન્‍કર પલટી ખાઇ જવા પામ્‍યું જેને લઈને હાઈવે ઉપર દૂધની રેલમછેલ થઇ જવા પામી છે ત્‍યારે પલટી ખાઈ ગયેલું ટ્રેનકર રોડની સાઈડમાં ખાબકયું જોકે સદ્‌નસીબે ટેન્‍કર ચાલક ને કોઈને પણ ઈજાઓ થવા પામી નથી.
ત્‍યારે સામેથી આવતા ટ્રેક્‍ટર ચાલકને હડફેટે લેતા ટ્રેકટરમાં સવાર યુવકનું મોત નિપજવા પામ્‍યું અન્‍ય એક યુવકને સારવાર હેઠળ રાખવામાં આવ્‍યા છે તાત્‍કાલિક હાઇવે ઉપર ગ્રામજનો દોડી આવ્‍યા હતા અને અકસ્‍માતના પગલે ઈજાગ્રસ્‍ત બંને યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા જોકે એક યુવકને સારવાર માટે પહોંચાડે તે પહેલાં મોત નિપજવા પામ્‍યું હતું.
તપાસ કરવામાં આવતા બંને યુવકો વઢવાણના હોવાનું ખુલવા પામ્‍યું હતું ત્‍યારે ઈજાગ્રસ્‍ત યુવકનું નામ મહાવીરસિંહ હોવાનું ખુલવા પામ્‍યું હતું અને અકસ્‍માતના પગલે મોતને ભેટનાર યુવક ડોડીયા કુલદીપસિંહ હોવાનું ખુલવા પામ્‍યું હતું.
પરિવારજનો પણ તાત્‍કાલિક હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતા પોલીસ દ્વારા દૂધના ટેન્‍કર ચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્‍યારે વઢવાણના યુવકનું અકસ્‍માતના પગલે મોતની બધા રાજપૂત સમાજમાં શોકની લાગણી વ્‍યાપી છે.
અકસ્‍માતના પગલે દૂધનું ટેન્‍કર પલટી ખાઈ જતા હાઈવે ઉપર દૂધની રેલમછેલ થઇ જવા પામી હતી જાણે દૂધની નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્‍યો સામે આવવા પામી હતા ગ્રામજનો પણ આ મામલે દ્રશ્‍યો જોવા માટે ગામની બહાર હાઇવે ઉપર આવ્‍યા હતા જોકે ટ્રાફિકજામ સર્જાયા બાદ પોલીસ દ્વારા તાત્‍કાલિક ધોરણે દોડી જઈ અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્‍યો હતો.

 

(11:45 am IST)