Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જસદણ નગરપાલિકાના સફાઈ કામદારોનું આજથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ

જસદણ તા.૧૮: જસદણ નગરપાલિકાના કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કામદારો તેમને કાયમી કરવાની માગણી સાથે અગાઉ પ્રતીક ઉપવાસ આંદોલન કર્યા બાદ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

જસદણ નગરપાલિકામાં ૪૮ જેટલા સફાઈ કામદારોને કાયમી કરવા માટે તાજેતરમાં પાલિકા દ્વારા ભરતીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ભરતીમાં અનેક ગેરરીતિના આક્ષેપો થયા છે. દરમિયાન જસદણ નગરપાલિકામાં કોન્ટ્રાક બેઇઝથી વર્ષોથી સફાઈ કામગીરી કરતા નર્મદાબેન વિનોદભાઈ બારૈયા, ભારતીબેન સાગરભાઇ બારૈયા, હીનાબેન નાગજીભાઈ બારૈયા, છાયાબેન હરેશભાઈ બારૈયા, રેખાબેન જીતેન્દ્રભાઇ બારૈયા, મીનાબેન કાળાભાઈ બારૈયા, ગૌરીબેન વિનોદભાઈ બારૈયા, મંજુબેન અનિલભાઈ બારૈયા, કાંતાબેન દીપકભાઈ બારૈયા તેમજ અનિતાબેન મનસુખભાઈ બારૈયા સહિતના સફાઈ કામદારો તેમને કાયમી કરવાની માગણી સાથે આજે સવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલન શરૂ કર્યા બાદ પણ આગામી દિવસોમાં ઉકેલ નહી આવે તો આત્મવિલોપન સહિતની કામગીરી કરવાની ચીમકી સફાઈ કામદાર બહેનોએ ઉચ્ચારી છે. 

(11:47 am IST)