Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાણાવાવમાં મોંઘવારીનો રાવણ ફર્યો : કોંગી આગેવાનોની અટક

 પોરબંદરઃ રાણાવાવ શહેરમાં બેફામવધતી જતી મોંઘવારીના મુદ્દે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સાથે આનંદભાઈ પુંજાણી, વિશાલભાઈ બારાય અને રાણાવવા શહેર કોંગ્રેસ સમિતિના ના પ્રમુખ મોહનભાઇ કોડિયાતાર, શહેર ઉપપ્રમુખ અમીનભાઈ પઢીયાર, સેવાદળ સંગઠન મંત્રી રફીકભાઈ સુમરા કોંગ્રેસ આગેવાન રાણાભાઇ બાપોદરા તેમજ કોંગ્રેસ ના આગેવાનો દ્વારા મોંઘવારીના રાવણને રાણાવાવ ની બજાર મા ફેરવી મોંઘવારી વિરૂધના સુત્રોચાર કરવામાં આવ્યા અને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો પરંતુ પોલીસ દ્વારા વિરોધને અટકાવી બધા આગેવાનો ની અટકાયત કરવામાં આવી હતી.

(11:54 am IST)