Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ધોરાજીમાં પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે ઉત્સાહ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૮: ધોરાજી ખાતે મોહંમદ પેગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી માટે મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ અમન શાંતિ અને ભાઈચારા નું સંદેશ આપનાર અને માનવતાના મસીહા અને દરેક જીવ માટે દયાળુ દ્રષ્ટિ દખાવનાર અને ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમદ પયગમ્બર સાહેબનો જન્મ દિવસ જેને મુસ્લિમો ઈદએ મિલાદના નામથી મનાવે છે બહાર પૂરા સુન્ની મુસ્લિમ જમાત તરફ થી બહાર પૂરા ખલીફા મસ્જિદ પાસે ૧૨ રાત્રિ સુધી દરોજ રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી વાયઝ શરીફનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં મોલાના મુફ્તી ગુલામ ગોશ અલ્વી યુલ હાશમીનું બયાન થાઈ છે વાયજ બાદ કોરોના નાબૂદી માટે અને દેશમાં અમન શાંતિ માટે દુઆ કરવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહાર પૂરા સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ અલ અમીન પેઈન્ટર હનીફ બ્લોચ અશફાક સાઈનિંગ વાલા હાજી સુલેમાનભાઈ મત્વા (ભંગાર વાલા) અયુબભાઈ ચોહાણ સિરાજ બાપુ બુખારી જહેમત ઉઠાવી રહ્યા છે.

આજ દરેક મસ્જિદ માં રાત્રે ઈશાની નમાજ બાદ યાસીન શરીફ અને દુઆ એ ખેર થશે અને સોમવારના રોજ વહેલી સવાર માં પયગમ્બર સાહેબના જન્મ દિવસના પવિત્ર સમયે દરુદ શરીફ અને નાત શરીફ સાથે સલામ પઢવામાં આવશે અને મોહમદ પયગમ્બર સાહેબના બાલ મુબારકના દીદાર કરાવવામાં આવશે આ પવિત્ર તહેવાર નિમિતે સૈયદ હાજી કયુમ બાવા શિરાજી સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી સૈયદ શકીલબાપુ શિરાજી અને મુફ્તી નવાજ મોલાના હાફિઝ અવેશ અને મત્વા માલધારી સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી મેમણ મોટી જમાત ના પ્રમુખ અફરોજ ભાઈ લકડકૂટા પાલિકાના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પોઠિયા વાલા જિલ્લા લદ્યુમતી ભાજપના ઉપપ્રમુખ બોદું ભાઈ હાસમ ચોહાણ મંત્રી શાહનવાઝભાઈ પોઠિયાવાલા સલીમભાઈ શેખ અકીલભાઈ પટેલ રિયાઝભાઈ દાદાણી સામાજિક આગેવાન જબારભાઈ નાલબંધ મોહમદ કાસીમ ગરણા હાજી અમીન ભાઈ મતવા યાસીનભાઈ કુરેશી સહિતનાએ લોકોને મુબારક બાદ પાઠવી છે. 

(11:58 am IST)