Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગોંડલના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આ વર્ષે પણ દબદબાભેર ગરબીનું આયોજન

ગોંડલઃ ગોંડલ શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રી રાધા કૃષ્ણ ગરબી મંડળ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ગરબી ૨૮ માં વર્ષમાં પ્રવેશી હતી આ ગરબીમાં ૫ વર્ષથી ૧૧ વર્ષની બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતી હોય છે ગરબીમાં પ્રાચીન ગરબા ઉપર બાળાઓ રાસ રમતી હોય છે આ વર્ષે આ ગરબીમાં ૧૦૮ બાળાઓએ માતાની આરાધના કરી હતી મૂળ ગોંડલના અને છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા જીતુભાઈ સવજીભાઈ જેઠવા દ્વારા ગરબીનું નિઃસ્વાર્થ સંચાલન કરવામાં આવી રહ્યું છે.(તસવીર, અહેવાલઃ જીતેન્દ્ર આચાર્યઃ ગોંડલ)

(12:01 pm IST)