Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

'મન હોય તો માળવે જવાય' ગોંડલના વાછરાની ખેડૂત પુત્રીએ સમયનો સદુપયોગ કરી અંગ્રેજીમાં ૨૦થી વધુ સ્ટોરીઓ લખી

તાજેતરમાં ૧૨ સાયન્સની નીટની પરીક્ષા આપ્યા બાદ સમયનો સદુપયોગ કર્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૮: ૨૧મી સદીનું યુવાધન જેટ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ઘણી વખત સોશિયલ નેટવર્કિગમાં ઘણા યુવાનો પોતાનો કિંમતી સમય વેડફતા હોય છે ત્યારે ગોંડલના વાછરા ગામની ખેડૂત પુત્રીએ સમયનો સદુપયોગ કરી ગુજરાતી મિડીયમ માં ભણતી હોવાં છતાં પોતાના સ્વપ્નને શાકાર કરવા ૨૦ જેટલી સ્ટોરીઓ અંગ્રેજીમાં લખી કાઢી યુવાનોને પ્રેરણા રૂપ કાર્ય કર્યું છે.

ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અશોકભાઈ સાકરીયા ખેત કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે દીકરી શ્રીના ભણવામાં ખૂબ હોશિયાર હોય ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ ગંગોત્રી સ્કૂલ માં ૧૨ સાયન્સ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરાવ્યો હતો તાજેતરમાં જ શ્રીના એ નીટની પરીક્ષા પણ આપી હતી ત્યારબાદ પરિણામની રાહ હોય પોતાનો કિંમતી સમય ખોટો વેડફાઈ ન જાય તે માટે શ્રીના એ પોતાના સ્વપ્ન સમાન ૨૦ સ્ટોરીઓ અંગ્રેજીમાં લખી કાઢી છે જેમાંની મુખ્યત્વે રોટલા ની તાકાત, ગરીબ લોકોનું લોકડાઉન, હું સફળ થઈશ, પિતાનો બિનશરતી પ્રેમ તેમજ પિતા અને દીકરો જેવી અંગ્રેજીમાં સ્ટોરીઓ લખી છે, શ્રીના ને આગળ એમ.બી.બી.એસ નો અભ્યાસ કરવાની ઈચ્છા છે તેમજ જો કોઈ પબ્લિશર દ્વારા આ સ્ટોરીઓ ને પ્રિન્ટ કરવામાં આવે તો તેને પણ આવકારી રહી છે. શ્રીના ભાઈ-બહેનના પરિવારમાં નાની છે અને મોટાભાઈ ફાર્મસીનો અભ્યાસ કરી રહ્યા છે પિતા ખેડૂત છે જયારે માતા ગૃહિણી છે આવા ખેડૂત પરિવારની ગુજરાતી મીડિયમમાં ભણેલી દીકરીએ સડસડાટ ૨૦ જેટલી સ્ટોરીઓ અંગ્રેજીમાં લખી કાઢી હોય ખરેખર યુવા પેઢી માટે પ્રેરણારૂપ હોય તેમાં શંકાને કોઇ સ્થાન ન હોય.

(12:01 pm IST)