Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગુંદાળા ઓવરબ્રિજ સ્ટ્રીટલાઇટના હાલ બેહાલથી વાહનચાલકો પરેશાન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૧૮: ટોલટેકસ ઉઘરાવવામાં સુરા હાઇવે ઓથોરિટી દ્વારા ગુંદાળા ચોકડી ઓવર બ્રિજ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતી હોય ઓવરબ્રિજના સ્ટ્રીટ લાઈટ ઉપર ઘણી જગ્યાએ લાઈટો પણ ન હોય, કેટલા પોલ ભાંગેલા હોય ઘોર અંધારાના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોંડલ શહેર નજીક થી પસાર થતો નેશનલ હાઈવે સતત ટ્રાફિકથી ધમધમતો રહેતો હોય અને તેમાં પણ ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે માર્કેટિંગ યાર્ડ આવેલું હોય નવી મગફળી સહિત જણસીઓ ની આવક શરૂ કરવામાં આવતા ખેડૂતો રાતભર જાગી વાહનોની કતાર માં લાગેલા હોય ત્યારે અત્રેના ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ ઉપર દ્યણા ખરા વિજપોલ તુટેલ ભાંગેલ હાલત ના હોય ઘોર અંધારાના કારણે અકસ્માતનો ભય સતત સતાવતો રહેતો હોય તાકીદે હાઇવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(12:02 pm IST)