Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગોંડલ ભરૂડી ટોલનાકા કર્મચારીને વાહન ચાલકે લમધારી નાંખ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧૮ : છાશવારે તકરાર માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પરના ભરુડી ટોલનાકા એ વાહનચાલકે એક કર્મચારીને લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભરુડી ટોલનાકા ખાતે છેલ્લા પાંચ વર્ષથી ટીસી તરીકે ફરજ બજાવતાં સુનિલસિંહ રામકરણ સેંગર ઉ.વ. ૪૦ ને અહેમદ ઉર્ફે ભાણુભા નામના શખ્સે મારા મારતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩ ૫૦૪ ૫૦૬ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ટોલનાકાના કર્મચારી સુનિલસિંહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભરુડી ટોલનાકાના લેન બુથ ૧૦ ઉપર ફરજ બજાવી રહ્યા હતાને ત્યાં રીપેરીંગ કામ ચાલુ હતું ત્યારે ગોંડલ એસટી એમની કાર અને બે એમ્બ્યુલન્સ એમ ત્રણ વાહનો ૧૦ નંબર લેન માંથી પસાર થતા લેન બુથ ખોલવાની ફરજ પડી હતી અને ત્યારબાદ ફરી બંધ કરી દેવામાં આવ્યું હતું દરમિયાન GJ03BW ૯૬૩૪ આવી ચડતા તેને ૯ નંબર લેન માં જવાનું કહેતા વાહન ચાલક અહેમદ ઉર્ફે ભાનુભા નામના શખ્સે ઝઘડો કરી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(12:02 pm IST)