Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સમસ્ત મહાજન આયોજીત અને સદ્ગુરૂદેવની પ્રેરણાથી ભોજનરથનું આયોજન થયેલ

જમનારમાં જગદીશ્વર જોતા શીખી લો : પૂ. પારસમુનિ મ.સા.

ર૩પ દિવસમાં ૪૦ આશ્રમો, ૯૭૮૦ કોવિડ પેશન્ટો અને ૧,પ૯,૦૦૦ લોકોએ લાભ લીધો જમાડનાર કરતા જમનાર મોટો છે

રાજકોટ, તા. ૧૮ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્ટ સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. એવં તપાત્રચ્છના આચાર્ય પૂ. શ્રી મલયકિર્તીસુરિશ્વરજીના આશીર્વાદ અને કૃપાથી સમસ્ત મહાજન-મુંબઇ દ્વારા મહાવીરનો મહાપ્રસાદ ભોજન રથ તા. રપ/ર થી શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ બોરીવલીથી પ્રારંભ કરવામાં આવેલ જે ભોજનરથને ર૩પ દિવસ થયા. ર૩પ દિવસમાં મહાવીરનો મહાપ્રસાદ મુંબઇ, પાણા, કલ્યાણ, મીરા-ભાયંદર, વસઇ-વિરાર, લોનાવાલા, માથેરાજ, ચિપલૂણ, બોરીવલી આદિ ક્ષેત્રોમાં ૧,પ૯,૦૦૦ માનવોની જઠરાગ્નિને શાંત કરી મુંબઇ આસપાસના અનાથાશ્રમો-વૃધ્ધશ્રમો-આદિવાસી આશ્રમો મળીને ૪૦ આશ્રમોમાં સેવા આપી, કોવિડ મહામારીના વિકટ સમયમાં માનવતાની સાંકળરૂપ કાર્યકરી હોમ કોરન્ટાઇન થયેલ ૯,૭૮૦ કોવિડ પેશન્ટોને ઘેર નાત-જાતનાં ભેદભાવથી પરબની ટિફિન પહોંચાયા.

સદ્ગુરૂદેવે જણાવેલ કે મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ મુંબઇ, પ્રોજેકટ ચેરમેન પરેશભાઇ શાહ-બોરીવલી દ્વારા જીવદયાનાં મહન કાર્યો સમસ્ત મહાજન સંસથાના માધ્યમથી થઇ રહ્યા છે. ત્યારે માનવતા કાર્યો તેમાં ભળતાં જીવદયા-માનવતાની મહામિશાનનલ બની વિશ્વને નવો જ દૃષ્ટિકોણ આપનાર ભગવાન મહાવીરનો સંદશો જન-જન સુધી પહોંચાડી જગતને સાચા જૈનના ભાવથી અભિભાવ્તિ કરી જન-જનને જૈનત્વની મહાન સેવાનાં કાર્યથી પરિચિત કરાવી રહ્યા છે. આવા માનવતાવાદી કાર્યો દ્વારા જીવ માત્ર પ્રત્યે સદ્ભાવ અને સહાનુભૂતિ બતાવી સ્વયંને પવિત્ર અને સૌભાગ્યશાળી બનાવો.

જીવનમાં સદૈવ સ્મરણ રાખવું જમાડનાર કરતા જમનાર મહાન છે. જમનારને પ્રભુ સમજી જમાડો. જમનારે પ્રભુનો પ્રસાદ છે તેમ સમજી જમવું જોઇએ. આ અવસરે પરેશભાઇ શાહે જણાવેલ કે સદ્ગુરૂદેવ પૂ. પારસમૂનિ મ.સા.નાં આશિર્વાદ અને પાવન પ્રેરણા અમો મળતી રહે છે. અને અમારી સેવા પ્રવૃત્તિ ભોજનરથ અવિરત ચાલી રહ્યો છે. સદ્ગુરૂદેવની કૃપા સદાવરસતી રહે અને અમો જીવદયા અને માનવતાના મહાન કાર્યો કરી માનવજીવન સફળ બનાવીએ. સદગુરૂદેવની કૃપાથી જ અમો આટલા અલ્પ સમય ૧,પ૯,૦૦૦ માનવો સુધી ભોજન રથની સેવા આપી શકયા છીએ. 

(1:07 pm IST)