Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ધોરાજી યાર્ડની ૨૮મીએ ચૂંટણીઃ જયેશભાઇ રાદડિયાની હાજરીમાં ભાજપ પ્રેરીત ૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૮ : ધોરાજી માર્કેટીંગ યાર્ડના ભુપતભાઇ કોયાણી એ જણાવેલ કે માર્કેટીંગ યાર્ડના જે ફોર્મ ભરાયા છે તે ૧૭ તારીખે ચકાસણી અને ૧૮ તારીખે ફોર્મ પાછા ખેંચી શકાશે. અને તા.૨૮-૧૦-૨૧ના રોજ ચુંટણી યોજાશે. અને ૨૯-૧૦ના રોજ પરીણામ જાહેર કરાશે.

ધોરાજી માર્કેટીંગયાર્ડની ચુંટણીમાં ખેડુત વિભાગના ૧૦ ઉમેદવારો અને વેપારી વિભાગના ૪ ઉમેદવારો મળીને કુલ ૧૪ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાશે. કુલ ૪૭૩ મતદારો  મત આપવાનો અધીકાર છે. અને જીલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ચુંટણી યોજાશે. આ અંગે જીલ્લા ભાજપ  પ્રમુખ મનસુખ ખાચરીયાએ જણાવેલ કે ધોરાજી માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં સ્થાનીક કક્ષાએ સંકલન કરી ભાજપના ઉમેદવારોની પેનલ સર્વ સંમતીથી કરવામાં આવશે અને ઉમેદવારોમાં ખેડુત  વિભાગમાંથી હરકીશનભાઇ માવાણી, જયસુખભાઇ ઠેસીયા, ધીરૂભાઇ બાબરીયા, પ્રકાશભાઇ નારીયા, ગીરીશભાઇ પેથાણી, પ્રદ્યુમનભાઇ ચાવડા, અર્જુનસિંહ સરવૈયા, કિરીટભાઇ સાપરીયા, કમલેશભાઇ બરોચીયા, નિલેશભાઇ કણસાગરા, કુલ ૧૦ ખેડુત વિભાગમાંથી તેમજ વેપારી વિભાગમાંથી હરેશ બાલધા, બીપીનભાઇ વઘાસીયા, શાંતીભાઇ ઠુંમર અને હરસુખભાઇ ગજેરા મળી કુલ ચાર વેપારી વિભાગમાં એમ ૧૪ સભ્યોના ફોર્મ આર.ડી.સી. બેંકના ચેરમેન અને ખેડુત નેતા જયેશભાઇ રાદડીયા અને જીલ્લા પ્રમુખ મનુખભાઇ ખાચરીયાની હાજરીમાં ફોર્મ રજુ કરાયા હતા. આ તકે ભાજપના અગ્રણીઓ અને હોદેદારો હાજર રહેલ અને પૂર્વ પ્રમુખ સ્વ.રણછોડભાઇ કોયાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા

(1:08 pm IST)