Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જુનાગઢનો બુટલેગર મોહસીન મલેક અને કેશોદનો વ્યાજખોર પ્રકાશ હડીયા પાસા હેઠળ જેલ હવાલે

જુનાગઢનો બુટલેગર મોહસીન મલેક અને કેશોદનો વ્યાજખોર પ્રકાશ હડીયા પાસા હેઠળ જેલ હવાલે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની ગે. કા. પ્રવૃતિને નેસ્તનાબુદ કરવાના કામગીરીના ભાગરૂપે જુનાગઢ, ધારાગઢ વિસ્તારમાં રહેતા પ્રોહી બુટલેગર મોહસીન ઉર્ફે હોલેલ - હોલે ફીરોજભાઇ મલેકને તથા ગુજરાત સરકાર દ્વારા પાસા કાયદા હેઠળ થયેલ સુધારા વટહુકમ મુજબ ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધીરનાર વ્યકિત તરીકે કેશોદના પ્રકાશ ઉર્ફે પકા કારાભાઇ હડીયાને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢએ ધકેલી દીધેલ છે. આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી એચ. આઇ. ભાટી તથા પો. સબ. ઇન્સ. ડી. જી. બડવા તથા એ. ડી. વાળા તથા પો. હેઙ કોન્સ. નિકુલ એમ. પટેલ, જીતેષ એચ. મારૂ, પોલીસ કોન્સ. સાહિલભાઇ સમા, તથા વ. પો. કોન્સ. રાજેશ્રી દિવરાણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(4:04 pm IST)