Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ધોરાજી અવેડા ચોકમાં આખલાની લડાઈ એ વેપારીને પછાડ્યા : જીતુભાઈ હીરપરાને સામાન્ય ઇજા થતાં સરકારી હૉસ્પિટલમાં સારવાર અપાઈ

નગરપાલીકા અને જવાબદાર તંત્ર શહેરની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં રખડતા ઢોરો નો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.  ધોરાજી શહેરમા ઠેર ઠેર રખડતા ઢોર આખલાઓ ની લડાઈ નાં દૃશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે.

ગતરોજ સાંજના સમયે અવેડાચોક માં બે આખલાની લડાઈમાં એક કાર હડફેટે ચડી હતી. અને તે આખલા ને દુર કરવા જતા અવેડાં ચોકમાં પેઢી ધરાવતા જીતુભાઈ હીરપરા ને હડફેટે લીધા હતા. જેમાં જીતુભાઈ ને સામાન્ય ઇજા થતાં સરકારી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી.

ધોરાજી શહેરમા રખડતા ઢોરો ની લડાઈમાં અગાઉ પણ અનેક બાળકો, મહિલાઓ અને રાહદારીઓ હડફેટે ચડી ગયા છે. વર્તમાનપત્રો દ્રારા અનેક વખત રખડતા ઢોરો નાં ત્રાસ નાં સમાચારો પ્રસિદ્ધ થયાં છે. નગરપાલીકા અને જવાબદાર તંત્ર શહેરની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા છે. રખડતા ઢોરો સાથે કૂતરાઓ નો આંતક પણ ઓછો નથી. તાજેતરમાં રખડતા ઢોરો પાંજરે પુરવા મોરબી નગરપાલીકા એ પ્રયાસો કર્યા અને મસમોટા દંડ રાખવામા આવ્યાં ત્યારે ધોરાજી નગરપાલીકા શા માટે લોકોની વેદના સમજતી નથી તે પ્રશ્નાર્થ ઊભો થાય છે.

 

(4:47 pm IST)