Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષી મહિલા કોર્પોરેટર ટોયલેટમાં હંગામો મચાવી વિરોધ કર્યો છે.

સેવા સદન બિલ્ડિંગમાં જ આવેલા ટોયલેટમાં પાણીની સુવિધા છેલ્લા કેટલાય સમયથી નથી જેથી અહીં આવતા જામનગરીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.

જામનગર: શહેરના શહેરીજનોની સુખાકારી માટે અને વ્યવસ્થા માટે મહાનગરપાલિકાના સેવા સદન બિલ્ડિંગમાં જ આવેલા ટોયલેટમાં પાણીની સુવિધા છેલ્લા કેટલાય સમયથી નથી જેથી અહીં આવતા જામનગરીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
ખાસ મહિલા ટોઇલેટમાં પણ પાણીની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી છે અને જે સમસ્યા પણ અણઉકેલ હોવાથી મહાનગરપાલિકામાં કામ કરતી 100 વધુ મહિલાઓ અને શહેરના અન્ય અરજદાર મહિલાઓ ખાસ મુશ્કેલીમાં મુકાતા હોય છે તેવા સમયે આ સમગ્ર મામલો વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ને ધ્યાને આવતા તેઓએ ટોયલેટ અંદર જ ખુરશી નાખી હંગામો મચાવ્યો હતો અને બેસી ગયા હતા.
મહાનગરપાલિકાના મુખ્ય સંચાલન કરતા કોમ્પલેક્સમાં જ મહિલાઓ અને નાગરિકોને ટોયલેટમાં પાણીની સુવિધા નહીં મળતા પરેશાન લોકોની વાત કોઈ ન સાંભળતું હોય તેવો ઘાટ ઘણા સમયથી સર્જાયો હતો. ત્યારે વિપક્ષી મહિલા કોર્પોરેટર એ અંતે લોકોના પાયાના પ્રશ્નો અને ટોયલેટ માં બેસીને પાણી માટે વિરોધ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને મહાનગરપાલિકામાં જ આ પરિસ્થિતિ છે જેને લઇને  તરેહ તરેહની ચર્ચાઓ પણ ઉઠી છે. ત્યારે તાત્કાલિક આ પ્રશ્નો ઉકેલાય તેવી વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ વિરોધ વ્યક્ત કરી માંગણી કરી છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(8:00 pm IST)