Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દિવાળી તેમજ ઈદે મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી

પરંપરા રૂટ ઉપર ઇદે મિલાદુન્નબી નો ઝુલુસ કાઢવું હોય તો માત્ર 15 માણસોની મંજૂરી મળશે અને વિસ્તાર વાઈઝ ઝુલુસ કાઢવું હોય તો 400 માણસોને મંજૂરી મળશે: હુકુમતસિંહ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે દિવાળી તેમજ ઇદે મિલાદુન્નબી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક પોલીસ ઈન્સપેક્ટર વિક્રમસિંહ જાડેજા ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી
આ બેઠકમાં ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવ્યું કે આવતીકાલે મંગળવારે મુસ્લિમ ધર્મ નો મોટો તહેવાર હોય ઇદે મિલાદુન્નબી નિમિત્તે સરકારની જે પ્રકારે ગાઇડલાઈન આવી છે તે પ્રમાણે મુખ્ય પરંપરાગત રૂટ ઉપર જૂનું ખાતું હોય તો 15 માણસો અને એક વાહનને મંજૂરી મળશે અને તમારા શેરી મહોલ્લા વચ્ચે જૂનું ખાતું હોય તો 400 માણસોથી વધુ મંજૂરી મળશે નહીં તે પ્રકારે જણાવ્યું હતું
આ બાબતે મંજૂરી લેવી ફરજીયાત છે જો મંજૂરી વગર ઝુલુસ કાઢવામાં આવશે અથવા તો નિયમ કરતા વધારે સંખ્યામાં લોકો ભેગા કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું
આ સાથે હિન્દુ સમાજની દિવાળી પણ ખુબ જ શાંતિથી ઉજવાય તે બાબતે પણ મજા પણ કરી હતી
ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય  અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપ મહા મંત્રી વિજયભાઈ બાબરીયા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ વાગડિયા ભરતભાઈ બગડા એડવોકેટ રાજુભાઇ બાલધા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોતવાણી દિનેશભાઈ વોરા મુસ્લિમ સમાજના અગ્રણી અફરોજ ભાઈ લક્કડકુંતા બાસીદ પાનવાલા લઘુમતી મોરચાના બોદુભાઈ ચૌહાણ મકબુલભાઈ ગરાણા સહિત વિવિધ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અને ઇદે મિલાદુન્નબીશેરી ગલ્લા  પ્રમાણે કાઢવા સમાજના આગેવાનો નક્કી કર્યું હતું

(8:01 pm IST)