Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કલ્યાણપુરના ચાચલાણા ગામે ખેતરમાં વીજકરંટ લાગતા બે લોકોના મોત :ગઢકા ગામે જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું કરૂણમોત

કલ્યાણપુર તાલુકામાં વીજ કરન્ટના કારણે 3 લોકોના મોત થતા પંથકમાં અરેરાટી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજ કરન્ટ ના કારણે 3 ના મોત થતા અરેરાટી ફેલાઈ છે

આ અંગે મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે ખેતરમાં ટીસી પર રીપેરીંગ કરવા જતાં એક વ્યક્તિ ને વીજ કરન્ટ લાગ્યા બાદ બીજા વ્યક્તિ એ બચાવવા જતા તેને પણ વીજ કરન્ટ લાગતા મોત નીપજ્યું હતું

 બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલોસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા

જ્યારે બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું મોત નીપજ્યું હતું  બાળકી ખેતરમાં રમતી વેળાએ જ વીજ વાયર નીચે પડતા મોત નીપજ્યું હતું
વીજ કરન્ટ ની બે ઘટનામાં કુલ 3 મોત નીપજતા કલ્યાણપુર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(10:38 pm IST)