Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ભુજના હમીરસર તળાવમાંથી મહિલાની લાશ મળી, 45 વર્ષીય મહિલાની ઓળખ મેળવવા તજવીજ

શહેરની એ ડિવિઝન પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા લાશ બહાર કાઢવામાં આવી

કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજના હમીરસર તળાવમાંથી  એક મહિલાની લાશ  મળી આવી હતી. સોમવારે સાંજે લાશ પાણી પર તરી આવતા, સ્થળ પર હાજર લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. તે બાદ શહેરની એ ડિવિઝન પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા લાશ બહાર કાઢવામાં આવી હતી. આશરે 45 વર્ષીય મહિલાની ઓળખ આ સમચાર લખાયા ત્યાં સુધી થઈ હતી નહીં.

(10:56 pm IST)