Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગોંડલના નાગડકા રોડ પર ત્રણ લાખ રૂપિયા અને બાઈકની લૂંટ : પોલીસ દ્વારા નાકાબંધી

બાઇકમાં આવેલ બે શખ્શોએ કોટન સ્પિન મિલના એકાઉન્ટન્ટનું બાઈક રોકી ધાક ધમકાવી બે શખ્સો લૂંટ ચલાવી ફરાર

ગોંડલ : શહેરના નાગડકા રોડ ઉપર કોટન સ્પીન મીલના એકાઉન્ટન્ટનું બાઈક રોકી ધાક ધમકાવી બે શખ્સોએ રોકડા 3 લાખ રૂપિયા અને બાઇકની લૂંટ ચલાવતા પોલીસે હરકતમાં આવી છે. પોલીસે નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નાગડકા રોડ ઉપર આવેલ હિતેશભાઈ ગજેરાના રાઘવ કોટન સ્પીન મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ કનૈયાલાલ માયાણી (રહે.

બંધિયા) વાળા પોતાના સ્પેલન્ડર બાઈક GJ03 HQ 0618 ઉપર સ્પીનીગ મીલના 3 લાખ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડી મીલ તરફ આવી રહ્યા હતા. આ સમયે નાગડકા રોડ ઉપર ઉભેલા બે શખ્સોએ તેમને રોકી ધોકો બતાવી ધાક ધમકીઓ આપી રોકડા રૂપિયા તેમજ બાઈકની લૂંટ ચલાવી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને નાકાબંધી કરી હતી.

બનાવ અંગે રાઘવ કોટન સ્પીનના માલિક હિતેશભાઈ ગજેરાએ વાતચીતમાં જણાવ્યું હતુ કે ભાવિન માયાણી છેલ્લા ચાર વર્ષથી નોકરી કરી રહ્યા છે અને રોજિંદા રોકડા નાણાં અને બેન્કિંગ વહીવટનું કામ કરતા હતા. આજે જ્યારે તેઓ બેંકમાંથી રોકડા રૂપિયા લઈને આવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને ભાવિનભાઈએ બાઈક ન રોકતા ધક્કો મારી પછાડી આરોપીઓએ લૂંટ ચલાવી હતી.

લૂંટના બનાવના પગલે સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. ઘટનાસ્થળ નેશનલ હાઇવેથી નજીક હોય નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા હતા.

(9:35 pm IST)