Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ચાલુ છકડો રીક્ષામાંથી નીચે પટકાતા મહિલાનું મોત

પ્લાસ્ટિક એકઠું કરી છકડો રિક્ષામાં કુડા ગામથી પોતાના ઘર આવતા અકસ્માતે મોત નીપજ્યું

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ચાલુ છકડો રીક્ષામાંથી મજુર મહિલા નીચે પટકાતા મોત નીપજ્યું હતું.  ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ તરફથી પ્લાસ્ટિક તથા પોલીથીન એકઠું કરવાનું કામ કરતા અને મૂળ ધ્રાંગધામા રહેતા મહિલાનું મોત નીપજ્યું છે.  લાડુબેન ભીખાભાઈ સલાડ ઉંમર વર્ષ આશરે ૪૫ જેવું પ્લાસ્ટિક એકઠું કરી  છકડો રિક્ષામાં કુડા ગામ તરફથી પોતાના ઘર આવતા અકસ્માતે મોત નીપજ્યું છે.

   ધ્રાંગધ્રા માલવણ હાઇવે કુડા ચોકડી નજીક ચાલુ છકડો રીક્ષાએથી આધેડ મહિલા નીચે પટકાતા માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધ્રાગધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે એ.ડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:09 am IST)