Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં પશુ આરોગ્ય મેળા આરોગ્ય કેમ્પનું આયોજન

જિલ્લા પંચાયતની દરેક સીટ દીઠ એક પશુ આરોગ્ય મેળા/ જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન

મોરબી : જિલ્લા પંચાયત મોરબી (પશુપાલન વિભાગ) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮, ૧૯, ૨૦/૧૧/૨૦૨૧ દરમ્યાન જિલ્લાના ૨૪ ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ પસાર થવાનો છે તે ગામોમાં જિલ્લા પંચાયતની દરેક સીટ દીઠ એક પશુ આરોગ્ય મેળા/ જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

કેમ્પનો સમય સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ રહેશે.આત્મનિર્ભર ગ્રામ યાત્રા રૂટમાં આવતાં કાર્યક્રમના સ્થળ પર યોજાનાર પશુ આરોગ્ય કેમ્પમાં બીમાર પશુઓને રોગ નિદાન અને સારવાર, જાતીય આરોગ્ય સારવાર, સર્જિકલ સારવાર, કૃમિનાશક દવા કેમ્પના સ્થળે વિનામુલ્યે પશુપાલન વિભાગ તરફથી આપવામાં આવશે. વધુમાં વધુ પશુપાલકોને આ સેવાનો લાભ લેવા જિલ્લાના નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવેલ છે.

(12:32 am IST)