Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ચોટીલાના પાજવાળીમાં પ્રકાશ, તેની પત્‍નિ અને પિતા પર પડોશીનો હુમલો

અહિથી ઘર ખાલી કરી જતાં રહો કહી ધોકા-ધારીયાથી હુમલો

રાજકોટ તા. ૧૮: ચોટીલાના પજાવાળી ગામે રહેતાં પ્રકાશ જીતુભાઇ રાફુકીયા (ઉ.૩૫) નામના દેવીપૂજક યુવાન અને તેના પિતા જીતુભાઇ દેવજીભાઇ રાફુકીયા (ઉ.૬૫) તથા પત્‍નિ જસુબેન પ્રકાશ (ઉ.૩૦) પર પડોશમાં જ રહેતાં મનજી ધના દેવીપૂજક,  ભારતી દિપક, કાજલ ભીમા, સવિતા મનજી, રવિ મનજી, દિપક મનજી સહિતે ધોકા-ધારીયા-પાઇપથી હુમલો કરી માર મારતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
પ્રકાશ મચ્‍છી વેંચવાનું કામ કરે છે અને તેના પિતા બાંધણીનો ધંધો કરે છે. પડોશીઓએ મચ્‍છી વેંચવાનું બંધ કરવાનું કહી ઘર ખાલી કરી ભાગી જવાનું કહી હુમલો કર્યાનો આક્ષેપ પ્રકાશના ભાઇ રોહિત રાફુકીયાએ કર્યો હતો. ચોટીલા પોલીસ વધુ તપાસ કરે છે.


 

(11:15 am IST)