Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગોંડલ - કોટડા-વાસાવડમાં સતત બીજાદિવસે વીજ તંત્રની ૪પ ટીમોનું સઘન ચેકીંગ

કોર્પોરેટ ઓફીસના આદેશોઃ રપ ગામડામાં પણ ટીમો ઉતરી પડી

રાજકોટ તા. ૧૮: પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસના સીધા આદેશો બાદ આજે સતત બીજા દિવસે ગોંડલ-કોટડા સાંગાણી અને વાસાવડ ક્ષેત્રમાં વીજીલન્‍સની ૪પ ટીમોએ દરોડાનો દોર સવારથી શરૂ કર્યો છે.
વીજ ટીમોએ જેજીવાયના-૬ ફીડર કવર કરી રપ ગામોમાં પણ ધોંસ બોલાવી છે, દરોડાની ટીમો સાથે SRPના ૧૩ જવાનો, લોકલ પોલીસના ૧૭-જવાનો તથા પ વિડીયોગ્રાફરોની ટીમ સાથે જોડાઇ છે, સાંજ સુધીમાં મોટા પાયે વીજચોરી પકડાશે તેમ અધીકારી સુત્રો ઉમેરી રહ્યા છે.

 

(11:16 am IST)