Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મોરબી જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા:વાતાવરણ ઠંડુગાર

ખેડૂતોમાં ચિંતાનો માહોલ :વધુ વરસાદ પડે તો નુકશાની શક્યતા

મોરબી જીલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જીલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા જેને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે ખેડૂતોમાં પણ ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે મોરબી જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે મોરબી અને માળિયા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે ખેડૂતો પણ ચિંતાનો માહોલ ફેલાયો છે અને વધુ વરસાદ પડે તો નુકશાની શક્યતાઓ પણ રહેલી છે

(11:36 am IST)