Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગોંડલ પાસે ટ્રેકટર પલ્ટી ખાઇ જતા ચાલક નિલેશભાઇ સોજીત્રાનું મોત

તસ્વીરમાં પલ્ટી ખાઇ ગયેલ ટ્રેકટર નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ : ગોંડલથી કંટોલીયા રોડ પર ટ્રેકટર પલટી મારી જતા દબાઇ જવા થી ચાલક નુ મોત નિપજયુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વોરાકોટડા રોડ સિતારામ નગર મા રહેતા નિલેશભાઈ જેન્તીભાઇ સોજીત્રા બપોરના સુમારે પોતાનુ ટ્રેકટર લઈ કંટોલીયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેકટર પલટી મારી જતા દબાઇ જવાથી નિલેશભાઈનુ ગંભીર ઇજાના કારણે મોત નિપજયુ હતુ.બનાવ અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)