Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટ જિલ્લા ભાજપનું ગોંડલમાં મળી ગયેલ કાર્યકર્તા સ્નેહ મિલન

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ ખાતે સ્નેહ મિલન યોજવામાં આવ્યુ હતુ. પ્રદેશ સંગઠન સહ પ્રભારી સુધીર ગુપ્તાજી, જિલ્લા પ્રભારી મંત્રી અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાની વિશેષ ઉપસ્થિતીમાં  યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ, જિલ્લા પ્રભારી શ્રીમતી રક્ષાબેન બોળીયા, સાંસદ રમેશભાઇ ધડુક, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્યો જયેશભાઇ રાદડીયા, ગીતાબા જાડેજા, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, જયોતિરાદિત્યસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મહામંત્રીઓ, પ્રદેશ કારોબારી સભ્યો, જિલ્લા ભાજપના હોદેદારો, તમામ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, જિલ્લા સેલના કન્વીનર, સહ કન્વીનર, જિલ્લા ભાજપ કારોબારી સભ્યો, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ સહીત રાજકોટ જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા જિલ્લા ભાજપ મંત્રી અલ્પેશભાઇ ઢોલરીયા, પ્રફુલભાઇ ટોળીયા, અશોકભાઇ પીપળીયા, ચંદુભાઇ દુધાત્રા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, અશોકભાઇ પરવાડીયા, ભગવાનભાઇ રામાણી, જીતુભાઇ જીવાણી, અલ્પેશ અગ્રવાલ, વિવેક સાતા, કિશોર ચાવડા, તન્મય ઉપાધ્યાય, યશ વાળા, વિકાસ જાદવ, રાજ ફળદુ, દીલીપ ચાવડા, જિલ્લા ભાજપ યુવા મોરચો, ગોંડલ શહેર તાલુકા ભાજપ સંગઠન તેમજ ગોંડલના હોદેદારો અને તમામ મોરચા  સેલની ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)