Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

બજાણામાં બોગસ ડોકટર ઝડપાયો

વઢવાણ : એસ.ઓ.જી. ના પો.ઇન્સ. વી.વી.ત્રિવેદીની સુચના મુજબ એસ.ઓ.જી. એ.એસ.આઇ. દ્યનશ્યામભાઈ મસીયાવા તથા મગનલાલ રાઠોડ તથા વુ.પો.કોન્સ. પ્રિયંકાબેન બજાણા માલવણ પો.સ્ટે.વિસ્તારમાં બજાણા ગામમાં કલીનીક માં પ્રેકટીસ કરતો ડોકટર વિશ્વાસ સુજનભાઇ લક્ષ્મીકાંત ઉ.વ.૪૨ધંધો તબીબી પ્રેકટીસ રહે મુળ ભીમપુરા જી.નદીયા (પશ્ચિમ બંગાળ) હાલ રહે-બજાણા દરબાર ગઢ સામે તા.દશાડા વાળો પોતે ડોકટરોના હોવા છતા કોઈ પણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી ધરાવતાના હોવા છતા સામાન્ય લોકોમાં ડોકટર તરીકે જાહેર કરી ધણા વર્ષોથી પ્રેકટીશ કરતો હોય જે આજરોજ રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કીમત રૂપીયા ૧૫૩૧૨/- ના મુદામાલ સાથે મળી આવેલ હોય કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:44 am IST)