Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મૂળીની મુલાકાતે પ્રદેશ ભાજપ પ્રભારી સુધીર ગુપ્તા : રાજકારણ ગરમાયુ

વઢવાણ તા.૧૮ : સુરેન્દ્રનગર જીલ્લા ભા જ પ પ્રભારી નિતિન ભારદ્રાજ જીલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિહ ચૌહાણ મૂળી ખાતે ઉડતી મુલાકાત લેતા રાજકારણ ગરમાયુ હતુ સ્થાનિક સ્વરાજય ની ચુટણી ટાણે ઉડતી મુલાકાત થી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો દોરી સંચાર થયો હતો મૂળી યુવા ભાજપના પ્રમુખ સત્યજીતસિંહ પરમારને યુવાનો વધુને વધુ ભાજપ તરફી આક્રષાઇ તેવુ સુચન કરેલ અતિથી દેવો ભવ પધારેલ મહેમાનો નુ ડી.કો.બેન્કના ચેરમેન હરદેવસિહ પરમાર બાંધકામ સમિતિ ના ચેરમેન રાજભા પરમાર સહિત કાર્યકરો હોદેદારોએ અદકેરૂ સ્વાગત કરેલ હતુ પરંપરાગત પાધડી તલવાર ભેટ આપી હતી સુપ્રસિધ્ધ શ્રી માંડવરાયજી દાદાના દર્શન કરી શુભ આશિષ મેળવેલ હતા.

(11:47 am IST)