Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પોરબંદરના મીયાણીમાં ફિશરમેન અવેરનેશ

પોરબંદર :  જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીઓએ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા તથા પો.સ.ઇ. એચ.સી.ગોહિલનાઓને સુચના આધારે પો. ઇન્સ. તથા પો.સ.ઇ.શ્રીએ એસ.ઓ.જી. ટીમ તથા મીયાણી પો. સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મીયાણી માછીમારોને જાગૃત કરવા માટે ફીશરમેન અવરનેશ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં માછીમારીમાં જતી બોટોના ટંડેલ તથા ખલાસીઓને બોટ માછીમારીમાં રવાનાથાય ત્યારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ક્રોસ કરી ફિશીંગ નહી કરવા સુચના અપાયેલ. જે ખલાસીઓ ફિશીંગમાં જાય ત્યારે તેઓના ઓળખપત્રોની કોપી તેમજ તેઓના મોબાઇલ નંબરની ખાસ નોંધ રાખવા માછીમારી કરવા જતી બોટોના ટંડેલ  ખલાસીઓને ૧૬ નંબરની ચેનલ જામ નહી કરવા અને ર૦ નંબરની ચેનલનો ઉપયોગ કરવા સુચના આપવી. તેમજ ર૦ નંબરની ચેનલનો ઉપયોગ કરવા સુચના આપવી. તેમજ ટોલ ફ્રી નંબર ૧૦૯૩નો મહત્તમ રાષ્ટ્ર સુરક્ષામાં  ઉપયોગ કરી કોઇ શંકાસ્પદ પ્રવૃતિ જણાઇ આવ્યે તાત્કાલીક જાણ કરવા જણાવ્યું હતુ. આ  કામગીરીમાં પી.આઇ કે.આઇ.જાઢેજા પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા એ.એસ.આઇ. એમ.એમ.ઓડેદરા, કે.બી.ગોરાણીયા તથા પો. હેઙ કોન્સ. સરમણભાઇ સવદાસભાઇ, રવીભાઇ ચાઉ તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, મોહિત ગોરાણીયા, સંજયભાઇ ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ડ્રા. માલદેભાઇ પરમાર તથા મીયાણી પો. સ્ટે.ના એ.એસ.આઇ. રાજસીજી નાથાજી રોકાયેલ હતા. ફિશરમેન અવેરનેશ કાર્યક્રમો યોજાયો તે તસ્વીર.

(12:21 pm IST)