Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કાલે જુનાગઢના શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પુનમ નિમિતે ધ્વજારોહણ દેવોનું વિશેષ પૂજન-અર્ચન અભિષેક સહિતના આયોજનો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે પુનમ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

મંદિરના કોઠારી પૂ. પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) એ જણાવ્યું હતું કે આ મંદિર ખાતે આખુ વર્ષ પુનમની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભગવાન સ્વામીનારાયણના હસ્તે પ્રતિષ્ઠીત કરાયેલ સિધ્ધેશ્વર મહાદેવની મૂર્તિની સ્થાપના કરી ભગવાન સ્વામીનારાયણે સૌ હરિભકતોનો કષ્ટ દુર થાય તે માટે પ્રાર્થના કરી હતી. અને સૌના કષ્ટ દુર થાય તે માટે ભગવાનની પ્રતિષ્ઠા કરેલ આજે પણ હજારો શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના પુર્ણ થાય છે ત્યારે સિધ્ધેશ્વર મહાદેવના તેમજ અન્ય દેવોના દશનાર્થે આવે છે અને દેશ-વિદેશના ભાવિકો અહી પુનમ ભરવા એટલે કે પોતાની માનતા મનોકામના માટે પ્રાર્થના કરી તે પુર્ણ થાય ત્યાં સુધી દર્શનાથે પુનમના દિવસે અચુક આવે છે.

પુનમના દિવસે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે તેમજ સિધ્ધેશ્વર મહાદેવ હરિકૃષ્ણ મહારાજ રાધારમણદેવ સહિત દેવોની મહાઆરતી તેમજ અભિષક કરી વિશેષ પૂજન અર્ચન સાથે પુનમની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે દેશ-વિદેશથી  ભકતો આવતા હોય જેને ધ્યાને લઇ ઉતારા તથા ભોજન પ્રસાદની ચેરમેન દેવનંદનદાસજી તથા કોઠારી પ્રેમસ્વરૂપદાસજી, પી. પી. સ્વામી તથા શ્રી કુંજ વિહાર સ્વામી તેમજ ધર્મકિશોર સ્વામી અને ટ્રસ્ટી સરજુદાસાનંદ સહિત સંતો અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

(12:57 pm IST)