Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરના રીંજપર ગામે સીમેન્ટના પોલ નહીં હટાવાતા માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: લાલપુર પોલીસ સ્ટેશનમાં નારણભાઈ ચનાભાઈ બૈડીયાદરા, ઉ.વ.૩૬, રે. રીંજપર ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૧–ર૧ના ફરીયાદી નારણભાઈના કબ્જા ભોગવટાની જમીનમાં ફરીયાદી નારણભાઈ તથા સાહેદએ ઓસમાણબાપુ રે. લાલપુરવાળાની શહીદ ગાર્ડન પાસે આવેલ રોડના કાંઠાવાળી જમીન ભાડે રાખેલ હોય જે જમીનમાં રોડના કાંઠે સિમેન્ટના પોલથી આડશ કરેલ હોય અને આ કામના આરોપી પ્રવિણભાઈ કાનાભાઈ વસરા, કિશોરભાઈ દેવશીભાઈ વસરા, રે. રીંજપર ગામવાળાને પવનચકકીને ભારે વાહનો પસાર કરવામાં સીમેન્ટા પોલ નડતર રૂપ થતા હોય જેથી આરોપી પ્રવિણભાઈ કાનાભાઈ વસરા, કિશોરભાઈ દેવશીભાઈ વસરાએ જમીનના મૂળ માલિકને સદરહુ સિમેન્ટના પોલ હટાવી લેવાનું કહી ફરીયાદી નારણભાઈ તથા સાહેદ ઓસમાણબાપુએ સદરહુ જમીન ભાડે રાખેલ હોય જેથી સીમેન્ટના પોલ નહીં હટાવતા આ  કામના આરોપીઓ પ્રવિણભાઈ કાનાભાઈ વસરા, કિશોરભાઈ દેવશીભાઈ વસરા, અશ્વિનભાઈ વસરા, જયેશ આલાભાઈ વસરા, પાલા મુરૂભાઈ વસરા, કિષ્નદેવસિંહ જાડેજા તથા અજાણ્યા ઈસમો એ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ કરી ફરીયાદી નારણભાઈના ભાઈ સાહેદ નાથાભાઈ ને આરોપી પ્રવિણભાઈ કાનાભાઈ વસરા, કિશોરભાઈ દેવશીભાઈ વસરાએ લોખંડના પાઈપ ધારણ કરી તથા આરોપી અશ્વિનભાઈ એ કુહાડી વડે બંન્ને પગમાં ગોઠણથી નીચે તથા જમણા હાથમા કોણીથી કાંડા વચ્ચેના ભાગે માર મારી ફેકચર કરી, તથા ફરીયાદી નારણભાઈને આરોપી જયેશ આલભાઈએ તલવાર વડે જમણા પગમાં ઈજા કરી અને આરોપી પાલા મુરૂભાઈ વસરા એ લાકડી વડે તથા આરોપી કિષ્નદેવસિંહ જાડેજા એ ખાલી હાથે હુમલો કરી શરીરે મુંઢમાર ઈજાઓ કરેલ તેમજ સાથેના અન્ય આરોપીઓએ ફરીયાદી નારણભાઈ તથા તેના ભાઈ નાથાભાઈને શરીરે આડેધડ માર મારી મુંઢ ઈજાઓ કરી ફરીયાદી નારણભાઈએ ભાડે રાખેલ કબ્જા ભોગવટાની જમીનમાં આરોપી પ્રવિણભાઈ કાનાભાઈ વસરા, કિશોરભાઈ દેવશીભાઈ વસરાના કહેવાથી જે.સી.બી. સીમેન્ડા પોલ તોડી નુકશાન કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી માર માર્યાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અનિરૂઘ્ધસિંહ રઘુભા પરમાર, ઉ.વ.૩૧, રે. રામેશ્વરનગર, કે.પી.શાહની વાડી, ગાયત્રીનગર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૧–ર૧ના કે.પી.શાહની વાડી, ગાયત્રીનગર, શેરી નં.–૧, જામનગરમાં ફરીયાદી અનિરૂઘ્ધસિંહ ને આરોપીઓ પ્રિયવિજયસિંહ પરાક્રમસિંહ જાડેજા, પરાક્રમસિંહ જેઠુભા જાડેજા, રે. જામનગરવાળા સાથે અગાઉ મસાલા ખાઈ થુકવા બાબતે તથા અન્ય નાની નાની વાતમાં અવાર–નવાર બોલાચાલી થતી હોય જે બાબતનો ખાર રાખી આરોપી પ્રિયવિજયસિંહ ના પોતાના ઘર માંથી તલવાર લઈ આવી ફરીયાદી અનિરૂઘ્ધસિંહ ને મારવા જતા ફરીયાદી અનિરૂઘ્ધસિંહએ તલવાર પકડી લેતા ડાબા હાથના અંગુઠાના ભાગે સામાન્ય મુઢ ઈજા કરેલ અને આરોપી પરાક્રમસિંહ ને લાકડી લઈ આવી ફરીયાદી અનિરૂઘ્ધસિંહને તથા સાહેદ અનસુયાબાને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી અનિરૂઘ્ધસિંહના મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–સી.એલ.–૧૧૦૦ માં તલવારના આડેધડ ઘા મારી નુકશાન કરી તથા ફરીયાદી અનિરૂઘ્ધસિંહના ઘરમાં ડેલી વાટે અપ્રવેશ કરી સીડી વાટે ઉપરના માળે જઈ રૂમના દરવાજાના બહારના ભાગે તલવારના ઘા આડેધડ મારી નુકશાન કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મકાનમાં પથ્થરના ઘા મારવા બાબતે બઘડાટી

અહીં પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રહિમભાઈ ઈસ્માઈલભાઈ સુમારીયા, ઉ.વ.ર૮, રે. સચાણા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૧–ર૧ના સચાણા ગામે આરોપીઓ રિયાઝઅલિ કમોરા, અલારખા કમોરા, આમદ કમોરા, ફરીદાબેન કમોરા, રે. બધા સચાણ ગામ વાળા ના ઘરમાં પથ્થરો ઘા ફરીયાદી રહિમભાઈ કરતા હોય જેનો આ લોકો ખાર રાખી અને ફરીયાદી રહીમભાઈએ આરોપીઓને કહેલ કે અમો તમારા મકાન ઉપર પથ્થરોનો ઘા કરતા નથી તો આ આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી રિયાઝઅલિ કમોરા એ ફરીયાદી રહિમભાઈને વાસામા લાકડાનો ધોકા નો એક ઘા કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(12:59 pm IST)