Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરનાં ગોદાવરી ગામમાં વતનમાં જવાની વાત પતિએ ન માનતા પત્નિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: લાલપુર તાલુકાના ગોદાવરી ગામે રહેતા કૈલાશભાઈ બબનભાઈ સરધાર, ઉ.વ.ર૮, એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭–૧૧–ર૧ના ગોદાવરી ગામની સીમ ભરતભાઈ પુંજાભાઈ બૈડીયાવદરાની વાડીમાં આ કામે મરણજનાર રાજલબેન કૈલાશભાઈ બબનભાઈ સરધાર, ઉ.વ.ર૪, રે. ગોદાવરી ગામ વાળા ને પોતાના વતનમાં જવું હોય જેથી તેઓએ પોતાના પતિને વતનમાં લઈ જવાનું કહેતા તેના પતિએ હમણા કપાસનું કામ ચાલુ હોય જેથી થોડા દિવસ પછી જવાનું કહેતા મરણજનાર રાજલબેનને લાગી આવતા પોતાના હાથે કપાસમાં છાટવાની દવા પી જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

બિમારી સબબ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મહારાષ્ટ્ર રાજયના ઉસમાનાબા જિલ્લાના બારમાચીવાડી ગામે રહેતા બહારવભાઈ વીઠ્ઠલભાઈ સોનવાણી, ઉ.વ.૬૮ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૧૧–ર૧ના આ કામે મરણજનાર આશીષભાઈ બહારવભાઈ સોનવાણી, ઉ.વ.ર૭, રે. બારમાચીવાડી ગામ, પોસ્ટ.ગૌર, તા.કલમ્બા, જિ.ઉસમાનાબા, રાજય મહારાષ્ટ્રવાળા તેમના વતન માંથી ટ્રકમાં ગુજરાત ખાતે આવેલ હોય અને જામનગર – રાજકોટ હાઈવે રોડ દેદકદડ ગામે આશાપુરા હોટલમાં વચ્ચે તેને ઉધરસ તથા ઉલ્ટી ની બિમારી થઈ ગયેલ હોય જેથી તેને સારવાર માટે પ્રથમ પડધરી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલ જાહેર કરેલ છે.

ઝાડની ડાળી તુટી જતા યુવાનનું મોત

જામનગરની જી.જી.હોસ્પિટલના સર્જીકલ વિભાગના ડો. ધર્મેશ પી. વસાવડા એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૧૧–ર૧ના મરણજનાર અલ્પેશ મહેશભાઈ વાઘેલા, ઉ.વ.ર૮, રે. એરફોસ–૧, ઓફીસર સર્વન્ટ કવાર્ટર પાસે, જામનગરવાળા ઝાડ કાપતા હતા તે સમય દરમ્યાન ઝાડની ડાળી તુટી જતા ઝાડ પરથી પડી જતા શરીરે ઈજાઓ થતા સારવારમાં દાખલ થયેલ હોય અને સારવાર દરમ્યાન તા.૧૭–૧૧–ર૧ના ૧૪/પ૦ કલાકે મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

લાલપુર તાલુકાના ડબાસંગ ગામે રહેતા કૌશલભાઈ લાલજીભાઈ દોઢીયા, ઉ.વ.૩૭, એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૧૧–ર૧ના આ કામે મરણજનાર આશીષભાઈ લાલજીભાઈ દોઢીયા, ઉ.વ.૪ર, રે. ડબાસંગ ગામવાળા ને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

બિમારી સબબ અજાણ્યા ભીક્ષુકનું મોત

અહીં ન્યુ હર્ષદ મીલની ચાલી રૂમ નં.૧૦૯, જામનગરમાં રહેતા પ્રફુલસિંહ નવલસિંહ ચૌહાણ, ઉ.વ.૬૬ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭–૧૧–ર૧ના જામનગરના એસ.ટી.બસ સ્ટેન્ડના ટુ વીલ પાર્કિંગની બાજુમાં આ કામે મરણજનાર કોઈ અજાણ્યો ભીક્ષુક જેવો માણસ ઉ.વ.આ.૬પ, રે. બસ સ્ટેન્ડ, જામનગરવાળો કોઈ બિમારી હોય જે બિમારીના કારણે આજરોજ બસ સ્ટેશન જામનગરમાં મરણ થયેલ છે.

(12:59 pm IST)