Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જુનાગઢ જીલ્લામાં ધો.૧ર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના આવેદનપત્રો તા.રરથી ઓનલાઇન ભરવાના રહેશેઃ ઉપાધ્યાય

(વિનુ જાષી દ્વારા) જુનાગઢ, તા., ૧૮: જુનાગઢ જીલ્લા માટે આગામી તા.રર થી ધો.૧ર સામાન્ય પ્રવાહ અને તા.રપ થી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની કામગીરી શરૂ થનાર છે. જીલ્લા શિક્ષણાધીકારી આર.ઍસ. ઉપાધ્યાયઍ જણાવ્યું હતું કે આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ રપ-૧૧-ર૦ર૧ના રોજ બપોરે ર કલાકથી તારીખ ર૪-૧ર-ર૦ર૧ના રોજ રાત્રીના ૧ર કલાક સુધી બોર્ડની વેબસાઇટ સ્ન્ફિંણુ.ંશ્વિં પરથી ભરી શકાશે. જેની તમામ  સંબંધીતોઍ નોîધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમીત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે.

જયારે  ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનીયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના વર્ષ ર૦રરની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ રર-૧૧-ર૦ર૧ના રોજ બપોરે ર કલાકથી તારીખ ર૧-૧ર-ર૦ર૧ના રોજ રાત્રીના ૧ર કલાક સુધી બોર્ડની વેબસાઇટ  સ્ન્ફિંણુ.ંશ્વિં પરથી ભરી શકાશે. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનીયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ પ્રકારના (નિયમીત, ખાનગી, રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે.

કૃષિ યુનિવર્સિટી  ખાતે ભવ્ય મેળો

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઍગ્રી ગુજરાત ઍક્ષ્પો-ર૦ર૧ કૃષિ મેળાનું આયોજન તારીખ ૧૯-ર૦-ર૧ યુનિવર્સિટી ખાતે કરેલ છે. સદરહું ઇવેન જુનાગઢ કૃષિ, બાગાયત, કૃષી ઇજનેરી, પશુપાલન, મત્સ્ય વિજ્ઞાન અને સંલગ્ન વિષયની આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન રાખેલ છે. તદઉપરાંત નવીનત કૃષિ પધ્ધતીઓ, મશીનરી અને સાધનોનું નિદર્શન પણ છે. કૃષિ અને સંલગ્ન ઇન્પુસ્ટ ઉત્પાદકો અને વિક્રેતાઓના સાધનો અને જુદા જુદા ઇન્પુસ્ટ પ્રદર્શન, પ્રાકૃતિક ખેતી, પધ્ધતીઓ, સરકારી અર્ધ સરકારી, સહકારી અને સ્વૈચ્છીક સંસ્થાઓની યોજનાઓની માહીતીનું પ્રદર્શન તેમજ પ્રગતીશીલ ખેડુતોનું સન્માન કરવામાં આવશે. તારીખ ર૦ સપ્ટેમ્બર ર૦ર૧ના રોજ કૃષિમાં  મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ અંગે કૃષિ વૈજ્ઞાનીકો દ્વારા માર્ગદર્શન અંગે સેમીનાર રાખેલ છે તેમજ તારીખ ર૧-૧૧-ર૦ર૧ના રોજ ખેડુતોઍ વિકસાવેલ નવીનતમ ટેકનોલોજી અને પધ્ધતીઓ અંગે પ્રગતીશીલ  ખેડુતો વકતવ્ય આપશે.

ત્રિમુર્તી હોસ્પીટલ જુનાગઢ ખાતે સૌરાષ્ટ્રના ખ્યાતનામ તથા સૌપ્રથમ યુરોલોજીસ્ટ (કીડની પ્રોસ્ટેટ તથા પથરીના ઓપરેશનના નિષ્ણાંત ડો.સુશીલ કારીયા દ્વારા મફત નિદાન કેમ્પ બુધવારના રોજ સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ સુધી રાખેલ છે. કીડની અને મુત્રમાર્ગમાં થતી પથરીઓ, મુત્રમાર્ગમાં થતા રસી અને કેન્સર નિષ્ણાંત, પેશાબની થેલી અને પ્રોસ્ટેટની તકલીફો, પેશાબની નળી સાંકળી થવી, પુરૂષ વ્યંધત્વ અને નપુંશકતા વગેરે કેમ્પમાં બતાવવા અગાઉથી નામ નોîધાવવુ જરૂરી છે. સંપર્ક આદિત્યભાઇ મહેતા (૯૭ર૭૭ ૪૭૧રપ, ૯૭ર૭૭ ૪૭૧૦પ, ૯૭ર૭૭ ૪૭૦ર૪)તેમ ડો.ડી.પી.ચિખલીયાઍ યાદીમાં જણાવ્યું છે.

નયનામેડમ સંસ્થાઓના  કાર્યક્રમો સંપન્ન

નયનામેડમ નારીશક્તિ સંસ્થાન અને નયનામેડમ રઘુવંશી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષને વધાવતા વિવિધ કાર્યક્રમોનુ આયોજન ઓનલાઇન વોટ્સ ઍપ દ્વારા યોજવામા આવેલ હતા જેમા જલારામ જયંતીઍ બાલકોઍ જલારામબાપાના ડ્રેસ ધારન કરી અન્નદાનના મહીમા વીષે ઉપદેશાત્મક બે બોલ પોતાની કાલીઘેલી ભાષામા કહ્ના હતા અને બહેનોઍ પુજા અર્ચના બાપાના ભજનો અને ચિત્રજી રજુ કરી ભક્તિમય ઉજવની કરી હતી વિશેષ દેવદિવાલી પર ઘર આગને ઉજવવામા આવેલ તુલશીવિવાહના વિડીયો તુલશીજીનુ મહત્વ સમજાવતા ઓડીયો વિડીયો સભ્યબહેનોઍ રજુ કર્યા હતા સવિશેષ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ કે જે બાલદિન તરીકે ઉજવવામા આવતી હોવાથી બાલકોઍ પોતાના ટેલેન્ટ બતાવતા મેસેજ રજુ કર્યા હતા અને વડીલોઍ બાલકોને શુભેચ્છા પાઠવી હતી.

સીનીયર સીટીઝન્સ મંડળ

છેલ્લા નવ વર્ષથી જુનાગઢમાં કાર્યરત સીનીયર સીટીઝન્સ મંડળ દ્વારા નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

મંડળના સભ્યો પૈકી જેણે ૮૦ વર્ષની આયુ પુરી કરી છે તેવા ૧૪ સભ્યોને વડીલવંદના કાર્યક્રમ હેઠળ શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરીને સન્માનીત કરાયા હતા. છેલ્લા ૯ વર્ષથીઆ વડીલ વંદના સન્માન મંડળના સભ્ય શ્રીમતી મંજુલાબેન ઝાલાવાડીયા તેમના સ્વ.પિતાશ્રી રવજીભાઇ મણીદાભાઇ લાડાણીના સ્મરણાર્થે કરી રહયા છે. ગુજરાતી ગીતોની થીમ પર ગીત નૃત્ય નાટક વગેરે ૧૧ બહેનોઍ ઓનલાઇન વેશભુષામાં રજુ કરી બધાના દિલ જીતી લીધા હતા. ઝવેરચંદ મેઘાણી રચીત ‘ચારણ કન્યા’ની રજુઆત પણ જારદાર હતી.

મંડળના કર્મયોગી પાંચ સભ્યોનું શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવેલ.

સાડા ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમને મંડળના ૪૦૦ થી વધુ સભ્યોઍ માણ્યો હતો.

(1:07 pm IST)