Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા ૧૦૩ પોલીસકર્મીઓને નવા બેજ સાથે બઢતી અપાઇ

મુન્દ્રામાં થયેલી રૂ. ૮ લાખની ચોરીના આરોપીની શોધ થઇ જતાં પોલીસ ટીમોને સન્માનિત કરાઇ

ભુજ,તા. ૧૮ : પશ્ચિમ કચ્છ પોલીસના અધિક્ષક સૌરભસિંહ દ્વારા હાલમાં જ ૧૦૩ પોલીસ કર્મીઓની બઢતી કરવામાં આવી હતી. જિલ્લા તાલીમ ભવન ખાતે આ ૧૦૩ કર્મીઓને નવા બેજ સાથે બઢતી આપવામાં આવી હતી.

આ બઢતીમાં કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ તરીકે વિવિધ વિભાગોમાં બઢતી આપવામાં આવી હતી. સાથે જ મંગળવારે મુન્દ્રામાં થયેલી રૂ. ૮ લાખની ચોરીના આરોપીની શોધ થઇ જતા પોલીસ ટીમોનો સન્માન કરાયો હતો.

(2:41 pm IST)