Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

બોટાદ જીલ્લાના ઢસાના પ્રગતિશીલ ખેડૂતે 5 વિઘા જમીનમાં સીતાફળની ઓર્ગેનિક ખેતી કરીઃ વિઘે 50 હજારથી વધુની આવક

ગોરધનભાઇ ડાવરીયાએ 500 થી 700 ગ્રામના ફળનું ઉત્‍પાદન કર્યું

બોટાદ: હાલ શિયાળામાં સીતાફળનું આગમન થઇ ચુક્યું છે. બોટાદ જિલ્લાનું ઢસાગામના પ્રગતિશીલ ખેડૂતે સીતાફળની ખેતી કરી રહ્યા છે. પોતાના ખેતરમાં 5 વિઘા જમીનમાં સીતાફળની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જેમાં તેમના ખેતરમાં 1000 જેટલા સીતાફળ ના છોડવા વાવ્યા હતા. જેમાં એક ફળનું અંદાજીત 500-700 ગ્રામ વજન થઈ રહ્યું છે અને મબલખ પાક આવતા વિધે એક ૫૦ હજાર થી વધુ આવક થઈ રહી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસાગામેં રહેતા ગોરધન ભાઈ ડાવરીયા કે જેઓ એ પોતાની પાંચ વિઘા જમીનમાં સીતાફળની ખેતી કરી રહ્યા છે. આ ખેતી પણ ઓર્ગેનિક. ગોરધનભાઇ પોતાની પાંચ વિઘા જેટલી જમીનમાં સીતાફળની ખેતી કરી છે. એક હજાર જેટલા સીતાફળના રોપ વાવ્યા છે. જેમાં જેઓ છેલ્લા ચાર વર્ષથી સીતાફળ વાવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જે અન્ય ખેડૂતોને શીખવા જેવું છે. જેમાં એક વિઘાએ લગભગ 50 હજારથી વધુની ઉપજ મળે છે. મહેનત ઓછી ખર્ચ ઓછો અને કમાણી વધુ 500 થી 700 ગ્રામ જેટલું સીતાફળનું ફળ આવે છે. ગોરધનભાઈ વીધે 50 હજારથી વધુ ઉપજ મેળવે છે. જ્યારે અમે તેમને પૂછ્યું કે તમે સીતાફળની જ ખેતી કેમ પસંદ કરી ત્યારે તેમને જણાવ્યું કે અન્ય પાકની ખેતી કરતા સીતાફળની ખેતી વધારે સારી છે અને ઉપજ પણ સારી આવે છે.

આપ જે ખેતર જોઈ રહ્યા છો તે છે ઓર્ગેનિક સીતાફળની ખેતી જ્યાં પાંચ વિઘા જમીનમાં એક હજાર જેટલા રોપ સીતાફળના વાવ્યા છે. આ છોડને દેશી ગાયના છાણ અને ગૌ મૂત્રનું જીવાઅમૃત બનાવી તેને દેશી રીતે આપવામાં આવે છે. જ્યારે અન્ય ખેડૂતોને પણ આ ઓર્ગેનિક ખેતી કરવાની ગોરધનભાઇ પાસેથી પ્રેરણા લેવા જેવી ખરી. જેઓ ગીર ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ગાયનું જીવા અમૃત બનાવી આપે છે અને સીતાફળના વૃક્ષોનો ઉછેર કરે છે. અન્ય ખેડૂતોને ખેતી કરવી હોય તો બે છોડ વચ્ચે 10 ફૂટનું અંતર રાખવાનું હોય છે. સાથો સાથ અન્ય પાકોનું પણ ઉત્પાદન કરી શકે છે. હાલ ગોરધનભાઈ સીતાફળની ખેતી કરીને વિધે 50 હજારથી વધુની ઉપજ લઈ રહ્યા છે.

(4:42 pm IST)