Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પૂર્વ કચ્છના ગાગોદર ધોરીમાર્ગ પર ટ્રેલર પલટી માલધારી યુવક ઉપર પડતા યુવકનું ઘટનાસ્થળે મોત : 10 વર્ષના પુત્રનો ચમત્કારીક બચાવ

ટ્રેલર માર્ગથી 50 ફૂટ દૂર ફંગોળાઈને પલટી જતાં અકસ્માત સર્જાયો: ઘેટાં-બકરા ચરાવતા યુવક પર માટી ભરેલું ટ્રેલર આવી પડતા પુત્રની નજર સામે જ મૃત્યુ : મૃતદેહને ત્યાંથી પસાર થતા હિટાચી મશીન વડે ટ્રકને સીધી કરીને બહાર કાઢયો

ભુજ : પૂર્વ કચ્છના ગાગોદર ધોરીમાર્ગ પર ટ્રેલર પલટીને માલધારી યુવક ઉપર પડતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે 10 વર્ષના પુત્રનો ચમત્કારીક બચાવ થયો હતો
ટ્રેલર માર્ગથી 50 ફૂટ દૂર ફંગોળાઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
ઘેટાં-બકરા ચરાવતા યુવક પર માટી ભરેલું ટ્રેલર આવી પડતા પુત્રની નજર સામે જ મૃત્યુ થયું હતું  રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર ગાગોદર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો
મૃતદેહને ત્યાંથી પસાર થતા હિટાચી મશીન વડે ટ્રકને સીધી કરીને બહાર કાઢવામાં આવ્યો હતો

(7:08 pm IST)