Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકમા ભાજપ, કોંગ્રેસ, આપ સહિત સાત ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે

ઉમેદવારી પરત ખેંચવાનાં અંતિમ દિવસે અપક્ષનું એક અને ડમી ફોર્મ ખેંચાતા ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયુ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચવાનાં અંતિમ દિવસે અપક્ષનું એક અને ડમી ફોર્મ ખેંચાતા ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયુ છે.

ધોરાજી ઉપલેટા બેઠક પર કુલ સાત ઉમેદવારો મા કોંગ્રેસનાં ઉમેદવાર લલીત વસોયા, ભાજપનાં ઉમેદવાર મહેન્દ્ર ભાઈ પાડલીયા, આપ માંથી વિપુલ સખિયા, તેમજ બસપામાંથી પ્રભાત ગોવિંદભાઈ સોલંકી આ ઉપરાંત અપક્ષ ઉમેદવારી મા ત્રણ ઉમેદવારો લઘુમતી સમાજનાં છે. જેમા જાફર ગની પીંજારા, પરમાર સાહિદ, તેમજ સિરાજ ખેબર કુલ સાત ઉમેદવારો મેદાને પડયા છે.ધોરાજી બેઠકમાં ચૂંટણી જંગનો માહોલ ગરમ બની ગયેલ છે 

(10:10 pm IST)