Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મોરબીના શક્તિ ચેમ્બર નજીક ડમ્પરની ઠોકરે બાઈકસવાર યુવાનનું કમકમાટીભર્યું મોત.

મોરબી-વાંકાનેર હાઈવે અકસ્માત ઝોન સમાન બની ગયો છે જ્યાં છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે બાઈકની ટક્કર ડમ્પર સાથે થવા પામી હતી જે અકસ્માતમાં બાઈક સવાર ૨૫ વર્ષના યુવાનનું મોત થયું હતું.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી નજીક હાઈવે પર શક્તિ ચેમ્બર પાસેથી પસાર થતું બાઈક જીજે ૦૩ એફઆર ૯૬૧૨ અને ડમ્પર જીજે ૩૬ ટી ૭૦૨૫ વાળું અથડાયા હતા જે અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક કપિલ ફૂલતરીયા (ઉ.વ.૨૫) હોવાનું જાણવા મળ્યું છે તો બનાવને પગલે બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(10:58 pm IST)